September 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત બુધવારે અધધ… વધુ 387 પોઝિટીવ કેસ નોંધાયા

સતત ત્રણ દિવસથી 300 ઉપરાંત પોઝિટિવ કેસ : બેના મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
વલસાડ જિલ્લા કોરોનાના ભરડામાં દિન-પ્રતિદિન આવી ચૂક્‍યો છે. કોરોનાની રફતાર દિન-પ્રતિદિન વધી રહી છે. સંક્રમણનો હુમલો બુધાવારે 387 કેસોને આંબી ગયો હતો. પાછલા ત્રણ દિવસથી દરરોજ 300 ઉપરાંત કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે.
વલસાડજિલ્લામાં આઘાત પહોંચાડે તેવી સ્‍થિતિમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બુધવારે નવા 387 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્‍યારે ર17 દર્દીઓને રજા અપાઈ હતી. બે દર્દીના મૃત્‍યુ થયા હતા. કોરોનાની રફતારમાં વલસાડ વિસ્‍તાર પ્રારંભથીજ અગ્રેસર રહેલ છે. આજે 19ર કેસ નોંધાયા હતા. જ્‍યારે પારડીમાં 80, વાપીમાં 66, ઉમરગામમાં રપ, ધરમપુરમાં ર3 અને કપરાડામાં ર1 નવા કેસો નોંધાયા છે.
જો કે રાહતના સમાચાર એ છે કે આ વખતે મૃત્‍યુદર નહિવત રહ્યો છે અને લોકો કોરોનાને મહાત કરી વધુમાં વધુ સારા થઈ રહ્યા છે. પરંતુ કોરોનાને લોકો હજુ પણ સહજ લઈ રહ્યા છે તે ખતરનાર છે. કોરોનાની ગાઈડલાઈનના લોકો ધજાગરા ઉડાવી રહ્યા છે તે ભવિષ્‍ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Related posts

દાદરાની ગુજરાતી માધ્‍યમ હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષિકા વિરૂદ્ધ કલેક્‍ટરશ્રીને કરેલી ફરિયાદ

vartmanpravah

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

vartmanpravah

Leave a Comment