December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍માર્ટસીટી મિશન અંતર્ગત 11મી નવેમ્‍બર, 2020 ધ સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેન્‍જની પહેલ કરી હતી. જેના અંતર્ગત વિજેતા શહેરોની ઘોષણા કરવામા આવી છે. જેમા સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશિયલ મેંશન સિટીના રૂપે માન્‍યતા આપી છે. સ્‍માર્ટસીટીના સીઈઓ ચાર્મી પારેખ દ્વારા અખબારી યાદીમાં જણાવ્‍યું હતુ કે, સ્‍માર્ટસીટી મિશન દ્વારા લોકો માટે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેન્‍જની શરૂઆત કરવામાં આવી છે.
જેનો ઉદેશ્‍ય રસ્‍તા પર પગપાળા ચાલતા દરેક માટે સુલભ સુરક્ષિત અને સમાવેશી બનાવવાનું હતું. સમાજના દરેક વર્ગો માટે સાર્વજનિક સ્‍થળો પર ચાલવા માટેસુશોભિત કરવાની હતી. સ્‍માર્ટસીટી વિશેષજ્ઞના સહયોગથી બાલભવન રોડ પર પગપાળા ચાલનારા લોકો માટે અનુકૂળ રસ્‍તો તૈયાર કર્યો છે જેમા વાંસની ટોકરી, કપડાંની જાળી જેવી સામગ્રીનો ઉપયોગ કરવામા આવેલ, મહિલાઓની સુરક્ષા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતા રચનાત્‍મક સ્‍ટ્રીટ લાઈટીંગ પણ વિશેષ રૂપે અંધારાવાળા વિસ્‍તારમા સ્‍થાપિત કરવામા આવી હતી.
કેટલીક ગતિવિધિઓનું પણ આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા સ્‍થાનિક લોકોએ પણ ઉત્‍સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ ચેલેંજમા દરેક 113 શહેરોનું રજીસ્‍ટ્રેશન કરવામા આવ્‍યું હતું. જેમા સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેન્‍જ પુરસ્‍કારની ઘોષણા કરવામા આવી છે જેના અંતર્ગત સેલવાસ, ઇમ્‍ફાલ, કરનાલા અને વડોદરાને જુરી સ્‍પેશલ મેંશનના રૂપે માન્‍યતા આપવામા આવી છે.
કાર્યક્રમની અધ્‍યક્ષતા એમઓએચયુએના સચિવ શ્રી મનોજ જોશીએ કરી હતી, પ્રતિભાગિતાઓમા ભાગીદાર સંગઠનોના વૈશ્વિક અને ભારતીય અધિકારીઓ સામેલ હતા. જેઓએ સંચાલન કર્યું હતં.ુ વિજેતા શહેરોના પ્રતિનિધિ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારોના અધિકારી, જેમા 100 સ્‍માર્ટ સિટીના સીઈઓ ઉપસ્‍થિત હતા.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્‍યક્ષસ્‍થાનને લઈ વાતાવરણ ગરમાયું

vartmanpravah

સામ્‍યવાદીઓને આ પ્રદેશમાં કોઈપણ હિસાબે ઘૂસણખોરી કરવા દેવી જોઈએ નહીં

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

Leave a Comment