August 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

પોલીસ ધરપકડથી દુર એવા આ ઈસમો વિરુદ્ધ પહેલેથી જ આ પ્રકારનો નિણર્ય અંગે શંકાકુશંકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19
ગઈકાલે પારડી તાલુકાના મોટાવાઘછીપા ખાતે વ્‍યવસાયે વકીલ અને નોટરી એવા અમિતભાઈ ઠાકોરભાઈ પટેલનાઓ પોતાના તબેલાથી પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન પારસી ફળિયા ખાતે રસ્‍તા પર પાણી વહી રહ્યું હોય આ બાબતની જાણ તેઓએ લીલાબેનને કરતા બાજુમાં રહેતા ત્રણ જેટલા ઈસમોએ એમને ઢીક્કા મુક્કીનો મારમારી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમને સારવાર માટેપારડી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની જાણ પારડી વકીલ મંડળની થતા મોટી સંખ્‍યામાં વકીલ મિત્રો પારડી પોલીસ સ્‍ટેશન ખાતે જમા થતા હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.
પરંતુ આટલેથી જ વાત ન અટકતા વકીલોની મર્યાદા માન-સન્‍માન અને હોદ્દાને ઠેસ પહોંચે એવું કાર્ય સામેવાળા ત્રણ જેટલા ઈસમોએ કર્યું છે. આ ત્રણેય ઈસમોના જામીનદાર કે એમને છોડાવવા માટે વકીલ તરીકે પારડી તાલુકાના કોઈપણ વકીલે તેમનો કેસ પોતાના પાસે લેવો નહીં, આ અંગેનો એક ઠરાવ પારડી વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્‍યો હતો. જો બનાવની ગંભીરતા જોઈ અન્‍ય તાલુકા કે જિલ્લાના વકીલો પણ પારડી વકીલ મંડળના ઠરાવને અનુસરી આ ત્રણેય આરોપી એવા ઈસમોની સાથે ન રહે અને એમને સાથ સહકાર ન આપતા એમનો કેસ ન લડે તો એમનું છૂટવું મુશ્‍કેલ થશે અને અન્‍યો માથાભારે ઈસમો પણ આ બનાવનો સબક લઈ હવેથી વકીલ જેવા પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓ પર વિના કારણે હુમલો કરતાં સો વાર વિચારશે.પરંતુ અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જો ખરેખર આ બનાવમાં વકીલ મિત્ર સાચો હોય તો દરેક વકીલ મિત્રોએ એમને સાથ આપવો જોઈએ
પરંતુ દરેક કિસ્‍સામાં એવું હોતું નથી કેટલીય વાર પોતાની ભૂલ હોવા છતાંપોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી અને ખોટો બનાવ ઉભો કરી ખોટી રીતે પોતાના વ્‍યવસાયની આડમાં સૌ સાથે મળી જઈ કોઈ નિર્દોષને સજા કરાવવા. જો આ રીતનો ખોટો ઠરાવ કરી લોકોમાં ખોટો હાવ ઉભો કરી છટકી જવાની કોશિશ કરશે, તો સરકાર પણ આ મુદ્દાને ધ્‍યાને લઇ વધુ કાર્યવાહી હાથ ધરશે એમાં કોઈ બેમત નથી.

Related posts

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

વાપીમાં ૧૮૦-પારડી વિધાનસભા ક્ષેત્ર ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાયું: જિલ્લાભરના કાર્યકરો ઉમટી પડયા

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

Leave a Comment