October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

પોલીસ જોઈ જતા ચાલક સહિત ત્રણ જણા ટ્રક છોડી ભાગી ગયા : 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વલસાડ વિસ્‍તારમાં હાઈવે હોટલ પર પાર્ક કરેલ ટ્રકોમાંથી ડિઝલચોરીનું રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કપરાડા, માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરીના ડિઝલના ર4 કારબામાં ભરેલ 840 લીટર ડિઝલનો જથ્‍થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કપરાડા પોલીસને મળેલી બાતમી આધારે કપરાડા નાસીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નં.એમ.પી.07-એનબી-2545ને પોલીસે અટકાવવાનો પ્રયત્‍ન કર્યો હતો. ટ્રક ધરમપુર તરફ ચાલક દોડાવી ગયો હતો. આગળ જંગલ જેવા વિસ્‍તારમાં ટ્રક છોડી ડ્રાઈવર સહિત ત્રણ ઈસમો જંગલમાં નાસી ગયા હતા.
પોલીસે ટ્રકમાં મળેલ ડિઝલ ભરેલ કારબા નં. 24મા 840 લીટર ડિઝલનો જથ્‍થો કિ.રૂા. 78 હજાર તથા ટ્રક મળીને 15,78,600 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આગળની તપાસ કપરાડા પોલીસ કરી રહી છે.

Related posts

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

કલગામના ગ્રામજનો દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ધરમપુરના નગારિયામાં ‘‘વારસો મારા ફળિયાનો” પુસ્‍તકનું વિમોચન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

Leave a Comment