October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

જિલ્લામાં 48 કલાકમાં 866 પોઝિટિવ કેસઃ ર300 ઉપરાંત એક્‍ટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વલસાડ જિલ્લામાં જાણે કોરોનાનું વાવાઝોડું ત્રાટક્‍યુ હોય તેમ 48 કલાકમાં 866 પોઝિટિવ કેસ નોંધાયા છે. વહીવટીતંત્રએ સંક્રમણ અટકાવવા માટે પરદેશ હાઈરિસ્‍ક દેશોમાં આવતા 1086 લોકોને હોમ કોરોન્‍ટાઈન કરી દીધા છે. હાલમાં જિલ્લામાં2300 જેટલા એક્‍ટીવ કેસો નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ જિલ્લાને ભરડામાં લઈ રહ્યો છે. ગુરુવારે જિલ્લામાં 446 અને શુક્રવારે 380 મળી 48 કલાકમાં 866 કેસો નોંધાયા છે. કોરોનનું સંક્રમણ અટકાવવા માટે વહીવટીતંત્ર હાઇ એલર્ટ મોડ ઉપર છે. પરદેશથી આવતા તમામનો આરટીપીસીઆર કરાય છે. અત્‍યાર સુધી હાઈરિસ્‍ક દેશોમાં આવેલા 1086 મુસાફરોને હોમ કોરોન્‍ટાઈન કરાવી દેવાયા છે. તા.ર0 જાન્‍યુઆરી સુધી વલસાડના 584, પારડીના 134, વાપીના 188, ઉમરગામના 148, ધરમપુરના 28, કપરાડાના 04 મળી કુલ 1086 મુસાફરો ઓબ્‍ઝર્વેશન રખાયેલા છે. જિલ્લામાં 1 મહિનામાં 10 મૃત્‍યુ નોંધાયા છે. જોકે રોજ 300 ઉપરાંત દર્દી સાજા પણ થઈ રહ્યા છે. તેથી કોરોનાને સહેજે પણ હળવાસથી લેવાયો એમ નથી.

 

Related posts

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

Leave a Comment