June 13, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સ્‍વામી વિવેકાનંદ સભાગળહમાં સ્‍વચ્‍છાગ્રહીઓના સન્‍માન સાથે લાભાર્થીઓને ડસ્‍ટબિન, આઈસ બોક્‍સ અને સ્‍ટોલ છત્રીનું વિતરણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણમાં આજરોજ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્‍યું છે. જે દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપનું વિમોચન કરશે. આ દરમિયાન સ્‍વચ્‍છાગ્રહીઓનું સન્‍માન કરવામાં આવશે અને લાભાર્થીઓને લાભાન્‍વિત કરવામાં આવશે.
સ્‍વચ્‍છતા સંકલ્‍પ દરમિયાન નાની દમણ સ્‍થિત સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે સવારે 11:45 વાગ્‍યે ‘સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતોં કો બદલને કા આંદોલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપનું વિમોચન કરશે. સાથે સાથે જિંગલનું પણ વિમોચન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ સ્‍વચ્‍છાગ્રહીઓને ટી-શર્ટ અને કેપ, લાભાર્થીઓને ડસ્‍ટબિન અને આઈસ બોક્ષ તથા સ્‍ટોલ છતરીનું વિતરણ કરશે.

Related posts

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્‍સવની ધૂમધામથી ઉજવણી

vartmanpravah

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

vartmanpravah

Leave a Comment