October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

અમદાવાદની મોર્ડન પાવર સર્વિસ નામની ફર્મ 18 મહિનાની અંદર દમણ જિલ્લામાં ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટ લગાવવાનું કાર્ય પૂર્ણ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.31
સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગ(પીડબલ્‍યુડી) દ્વારા દમણ જિલ્લાને ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી શણગારવાનું આયોજન હાથ ધરાયું છે અને અગામી દોઢ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન દમણ જિલ્લાની દરેક સ્‍ટ્રીટો ડેકોરેટીવ લાઇટથી સુશોભિત બની જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અમદાવાદ, સોલાની મોર્ડન પાવર સર્વિસ નામની ફર્મને દમણ જિલ્લામાં ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટ લગાવવા માટે રૂા. 27 કરોડ 52 લાખ 96 હજાર 627માં વર્ક ઓર્ડર આપવામાં આવ્‍યો છે. જે અંદાજીત રકમ કરતા 23.92 ટકા વધુ હોવાનું જાણવા મળે છે.
દમણ જિલ્લાને ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી સજ્જ કરવા માટેનો સમયગાળો 18 મહિના નિર્ધારીત કરવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશપ્રશાસન ગુણવત્તા અને સમયસીમાની સાથે કોઈ બાંધછોડ કરતું નથી. તેથી હવે અગામી દોઢ વર્ષની અંદર દમણ જિલ્લાની સ્‍ટ્રીટ લાઈટો ડેકોરેટીવ બની ઝળહળી ઉઠશે ત્‍યારે દમણની રોનક ઓર વધુ તેજ બનશે.

Related posts

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

ટુકવાડાથી ભિલાડ સુધી હાઈવે ઉપરના ખાડા બે દિવસમાં પુરાઈ જવાની હાઈવે પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરે ખાત્રી આપી

vartmanpravah

Leave a Comment