January 27, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

મોટી દમણના ઝરી ખાતે રસ્‍તાના વિસ્‍તૃતિકરણ દરમિયાન સારથી બસ સેવા માટે લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત બસ સ્‍ટેન્‍ડને માવજતથી ઉખાડવાની જગ્‍યાએ બુલડોઝર-જેસીબી દ્વારા કરાયેલું નિકંદન

(તસવીર-અહેવાલ : રાહુલ ધોડી)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
મોટી દમણના ઝરી ખાતે ઓઆઈડીસી દ્વારા સંચાલિત સારથી બસ સેવા માટે બનેલા બસ સ્‍ટેન્‍ડને ઉખાડી ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઝરી ખાતે થઈ રહેલા રસ્‍તાના વિસ્‍તૃતિકરણ દરમિયાન આડે આવી રહેલા બસ સ્‍ટેન્‍ડને બુલડોઝર-જેસીબી દ્વારા જમીનદોસ્‍ત કરી ફરી ઉપયોગમાં નહી લેવાય તે પ્રકારે તેનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઆઈડીસીના તત્‍કાલીન મેનેજીંગ ડાયરેક્‍ટર અને વિકાસ આયુક્‍ત શ્રી સંદીપ કુમારે દિલ્‍હીની તર્જ ઉપર સ્‍ટીલનો ઉપયોગ કરી સારથી બસ સેવાના બસ સ્‍ટેન્‍ડનું નિર્માણ કરાવ્‍યું હતું. આ બસ સ્‍ટેન્‍ડની કિંમત લગભગ લાખો રૂપિયા હોવાનું અંદાજવામાં આવે છે. ત્‍યારે રસ્‍તાના વિસ્‍તૃતિકરણ દરમિયાન આ બસ સ્‍ટેન્‍ડને માવજતથી ઉખાડવામાં આવ્‍યું હોત તો તે ભવિષ્‍યમાં અન્‍ય જગ્‍યાએઉપયોગમાં પણ આવી શકવાની સંભાવના હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રશાસનમાં એક-એક રૂપિયાની કસર કરવામાં માને છે. તેની સામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ બસ સ્‍ટેન્‍ડને ઉખાડી ફેંકવાની શરૂ થયેલ રમત સામે પ્રશાસન સમીક્ષા કરે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

Leave a Comment