Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે જિલ્લા કારોબારીની મીટીંગ યોજાઈ: વલસાડમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્‍ચાર કરી પૂતળા દહન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વલસાડ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. જિલ્લા કોંગ્રેસ કારોબારી સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમજ કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રસ્‍તુત કરાયેલ બજેટને વખોડયુ હતું.
પ્રદેશ કોંગ્રેસ યુથ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મોહંમદ શાહીદ સાથે ગતરોજ વલસાડ જિલ્લાના પ્રવાસે અને મુલાકાતે પધાર્યા હતા. જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલના નેતૃત્‍વમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કારોબારી મીટીંગ યોજાઈ હતી. યુથ પ્રમુખએ કારોબારી અને હોદ્દાદારોને આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન અને વિચાર વિમર્શ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં રાજ્‍ય, જિલ્લા અને તાલુકા લેવલે યુથ કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક થઈ ચૂકી છે. ઓનલાઈન મેમ્‍બરશીપમાં 8.80 લાખ જેટલા નવા યુવાન કાર્યકરો જોડાયા છે તેવો તેમણે દાવો કર્યો હતો. મીટીંગ બાદ કોંગ્રેસ કાર્યકરોએ બજેટના વિરોધમાંભાજપનું પૂતળા દહન કરીને સુત્રોચ્‍ચાર કર્યો હતો. બજેટને નિરાશાજનક ગણાવ્‍યું હતું.

Related posts

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment