Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતનવસારીપારડીવલસાડવાપી

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

વલસાડ તા.૦૪: કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા નર્મદા સેવા અને શ્રમ શિબિર-૨૦૨૧-૨૨ અંતર્ગત ૭ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ્‍યભરમાંથી ૧૫૦ યુવક-યુવતીઓને તક મળશે.

આ શિબિરમાં જોડાવા ઇચ્‍છતા યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ સરનામું, મોબાઇલ નંબર, જન્‍મતારીખ, શૈક્ષણિક લાયકાત, વ્‍યવસાય, એન.સી.સી/ પર્વતારોહણ/ રમતગમત સ્‍પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્‍તી ધરાવતા હોવાનું દાક્‍તરી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખકાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૧૦/૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બીજો માળ, રૂમ નંબર ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા-નર્મદાને મોકલી આપવાની રહેશે.

આ શિબિરમાં જોડાવા માટે પસંદગી સમિતિ દ્વારા યોગ્‍યતા ધરાવતા ૧૫૦ યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલા યુવક-યુવતીઓને ફોન/ પત્ર જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવક-યુવતીઓને નિવાસ, ભોજન તથા આવવા-જવાનું ભાડું સરકાર તરફથી આપવામાં આવશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્‍તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ

vartmanpravah

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

Leave a Comment