July 18, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ પોલીસે દારૂના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ : રૂા. 8,000/ના દારૂ સાથે એક મોટર સાયકલ જપ્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ પોલીસે દારૂના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની ધરપકડ કરી રૂા. 8000ના દારૂ સાથે મોટર સાયકલ જપ્ત કર્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવ પોલીસને તા. 07/02/2022 ના રોજ લગભગ 2:00 કલાકે, દીવથી ગુજરાત તરફ દારૂની હેરફેર કરવા અંગેની બાતમી મળી હતી. જે અંગે તરત ચકાસણી કરવામાં આવી હતી અને ખાતરી કર્યા બાદ પોલીસ અધિક્ષક શ્રી અનુજ કુમાર દ્વારા એક ટીમની રચના કરવામાં આવી હતી. ત્‍યાર બાદ દીવની હોટલ કોહિનૂર, દીવની પાછળ સ્‍મશાન પાસે દરોડો પાડવામાં આવ્‍યો હતો જ્‍યાં મલેક ઈલ્‍યાસ સુલતાન(ઉ.વ.ર8)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેની 31 નીપની ઈમ્‍પિરિયલ બ્‍લુ (180 એમએલ) 96 નીપની સ્‍પેશ્‍યલ વ્‍હિસ્‍કિ (180 એમએલ), 1ર નીપ્‍સની ત્રીપલ એક્‍સ રમ અને બે બોટલ ઓલ્‍ડ મંક રો (750 એમએલ) જેની અંદાજીત કિંમત રૂા.8000નો પાસ પરમિટ વગરનો અને આશરે રૂા. 10,000/-ની કિંમતની એક મોટર સાયકલ જપ્ત કરી કરવામાં આવી હતી. જરૂરી પંચનામા બાદ પકડાયેલઆરોપીને મુદ્દામાલ સાથે દીવ એક્‍સાઈઝ વિભાગને સોંપવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

એક આરોપીની ધરપકડ: દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક મકાનમાંથી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપાયું: 400 કિલો નકલી પનીર પણ બરામદ

vartmanpravah

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પ્રશાસકશ્રીની પ્રતિબધ્‍ધતા

vartmanpravah

Leave a Comment