Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ કૉલેજ, દીવમાં તા.8 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રાચાર્ય શ્રી વિવેકકુમારના માર્ગદર્શન હેઠળ દીવ કૉલેજ અને ગુજરાતીનો અધ્‍યાપક સંઘનાં સંયુક્‍ત ઉપક્રમે વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આ વ્‍યાખ્‍યાનમાળા ગુજરાતી વિષયમાં અભ્‍યાસ કરતાં ત્રણ વર્ષનાં અભ્‍યાસક્રમની એક એક કળતિ પર વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં સાચાં સમણાં (પન્નાલાલ પટેલ) પર ડૉ. સુનીલ જાદવે, રાગાધીનમ (સંજુ વાળા) પર કવિ સ્‍વયં સંજુ વાળાએ અને સોમતીર્થ (રઘુવીર ચૌધરી) પર ડૉ. દલપત ચાવડાએ વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું.
ગુજરાતીના તથા સાહિત્‍યમાં રસ ધરાવતા કૉલેજનાં અન્‍ય વિષયનાં વિદ્યાર્થીઓ પણ આ વ્‍યાખ્‍યાનમાળામાં સહર્ષ જોડાયા હતા. વિદ્યાર્થીઓની સાહિત્‍ય રુચિ કેળવાય તથા તેમને ગુજરાતીના અભ્‍યાસુ અને સંનિષ્ઠ વક્‍તાઓનો લાભ મળે તે માટે આ વ્‍યાખ્‍યાનમાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનું સુચારું સંચાલન ગુજરાતીના પ્રાધ્‍યાપક ધરવ બારોટે કર્યું હતુ. અકાદમિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. દિપક સૌંદરવા તથા પ્રા. સમર્થ ઓઝા દ્વારા આ કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપવામાં આવ્‍યો હતો તથા ગુજરાતીના અધ્‍યાપિકા ડૉ. સુશીલા વાઘમશી દ્વારા દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાય, પ્રાચાર્ય શ્રી વિવેકકુમાર, વક્‍તાશ્રીઓ તથા તમામ અધ્‍યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો આભાર માનવામાં આવ્‍યો હતો.
આ વ્‍યાખ્‍યાનમાળાનું આયોજન ડૉ. સુશીલા વાઘમશી દ્વારા કરવામાં આવ્‍યું હતું, જેમાં અકાદમિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. દિપક સૌદરવા પ્રા. ધરવ બારોટ, પ્રા. કોકિલા ડાભી, પ્રા. સમર્થ ઓઝા, પ્રા. દેવાંગભાઈ ભટ્ટ તથા શ્રી પ્રશાંત સોલંકીનો સક્રિય સહકાર પ્રાપ્ત થયોહતો.

Related posts

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

Leave a Comment