Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી દ્વારા વાઈનશોપને બંધ કરવા માટે આરડીસીને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
સેલવાસની સ્‍કાય હાઈટ્‍સ કોઓપરેટીવ સર્વિસ સોસાયટી લીમીટેડના સ્‍થાનિક રહીશો દ્વારા લિકર વાઈનશોપને બંધ કરવા માટે દાનહ કલેકટર શ્રી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમા જણાવ્‍યા અનુસાર સ્‍કાય હાઈટ્‍સ સોસાયટી જે એકદંત સ્‍કવેર સામે રિંગરોડની બાજુમા આવેલ છે જ્‍યાં લિકર વાઇનશોપની દુકાન ખુલી છે.
આ પહેલા 23 ઓગસ્‍ટના રોજ આ જ વિષય પર આવેદન પત્ર આપવામા આવ્‍યું હતું. જેમા આશ્વાશન આપવામા આવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં આ દુકાન નહિ ખુલશે, પરંતુ ફરી આ દુકાન ખુલી ગઈ છે. જે જિનલભાઈ નામના વ્‍યક્‍તિચલાવી રહ્યા છે. અમારી બાજુમા રાજેશ્રી ટાવર અને સામે એકદંત સ્‍કવેર છે જે રેસીડેન્‍શીયલ વિસ્‍તાર છે, જ્‍યાં એક મંદિર પણ સ્‍થિત છે.
દુકાનની પાછળ જ મંદિર છે અમારી આપને વિનંતી છે કે આ દુકાન હંમેશા માટે બંધ કરાવવામા આવે,અહી દરેક પરિવારવાળા રહે છે.આ વાઇનશોપનો બાળકો પર બુરી અસર થશે. એમનું ભવિષ્‍ય ખરાબ થઇ શકે એમ છે. જેથી સોસાયટીના રહીશો દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે આ દુકાન બંધ કરવામાં આવે.
આરડીસીએ પણ સોસાયટીના લોકોને બાંહેધરી આપી કે આ વાઇનશોપને ફક્‍ત બીજી જગ્‍યા પર સીફ્‌ટ કરવા માટે જણાવેલ હતું. સોસાયટીના લોકોએ કલેકટરશ્રી, પાલિકા ચીફ ઓફિસર અને પોલીસ અધિક્ષકશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે.

Related posts

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા -2022” યોજાઈ

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

Leave a Comment