Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭ : દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્ના છે. જેના કારણે શહેરી વિસ્તાર સાથે ગામડાઓમા જાગૃતિ જોવા મળી રહી છે ઍની સામે નરોલી પંચાયતમા પંચાયત કર્મચારીઓ દ્વારા ગટરો નાળાઓની સફાઈ ચાલી રહી છે ઍની સામે નરોલી ગામમાં મોટી સંખ્યામા માર્બલના ઍકમો જોવા મળે છે તેઓ દ્વારા માર્બલ ઘસ્યા બાદ જે પાવડર નીકળે છે ઍ ઍમની કંપનીથી થોડે દુર ખુલ્લેઆમ ટ્રકમા ભરી ખાલી કરી જાય છે.
આ સફેદ પાવડરના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને પણ તકલીફ પડે છે અને આ પાવડર ચોમાસા દરમ્યાન નજીકના બોર અને નદી નાળામા ભળી જાય છે જેને કારણે હાલમા પીવાના પાણીમા પણ ઍની અસર જોવા મળી રહી છે પાણી ઍકદમ ચીકણાશ વાળુ આવતુ હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્ના છે. સ્થાનિક પ્રશાનસ અને પંચાયત દ્વારા આવા ઘનકચરો ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે ઍવી સ્થાનિકોની માંગ છે.

Related posts

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

Leave a Comment