December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20
સંઘપ્રદેશ દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી છત્રપતિ શિવાજી મહારાજ તથા માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીની છબી પાસે દીપ પ્રાગટય કરી પુષ્‍પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમનું આયોજન દીવ જીલ્લા બીજેપી પ્રમુખ શ્રી બિપિન શાહના માર્ગદર્શનમા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન બીજેપી શહેર પ્રમુખ શ્રી રાજુ દવે એ તેમના વક્‍તવ્‍યમાં છત્રપતિ શિવાજીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી, તેમના આદર્શો વિચારો તથા તેમનું ભારત પ્રત્‍યેનું સ્‍વપ્નુ જોયેલુ હતું તેને સાર્થક કરવા અને તેમના વિચારોનો અમલ કરવા ઉપસ્‍થિત લોકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જીજાબાઇનું હાલરડું પણ ગુનગુનાવી ઉપસ્‍થિત લોકો સમક્ષ રજુ કર્યું હતું તેમજ એમ.એસ. ગોલવલકર જે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકના બીજા પ્રચારક હતા તેમનો ઉદેશ્‍ય ભારત દેશના લોકોની સામાજિક સેવા કરવાનો હતો. ભાજપ કાર્યાલય ખાતે બંને મહાન વિભૂતિના જીવન ચરિત્ર વિશે કાર્યકર્તાઓએ માહિતી મેળવી અને પોતાના જીવનમાં આદર્શો ઉતારવા સંકલ્‍પ કરેલ અંતમાં કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામનો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા બદલ લોકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે દીવ જીલ્લાપંચાયત પ્રમુખ અમળતાબેન અમળતલાલ, પ્રદેશ મંત્રી અશ્વિનીબેન ભરત, હીનાબેન રતિલાલ, અનસુયાબેન, ચિંતન સોલંકી, ભરતભાઈ તથા યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

vartmanpravah

ઘેજ ગામની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment