March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

મુંબઈ-ઈન્‍દોર જતી એક્‍સપ્રેસ ટ્રેનના કોચ એસ-3માં ધુમાડો દેખાતા ટ્રેનને ડુંગરી નજીક થોભાવી મરામત બાદ રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
વલસાડ સ્‍ટેશનને શનિવારે મોડી રાતે રાબેતા મુજબ બરોડા એક્‍સપ્રેસ ટ્રેન રવાના બાદ કુંડી ફાટકમેને ટ્રેનના ડબ્‍બામાંથી ધુમાડા નિકળતા જોતા તુરંત ડુંગરી સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ટ્રેનને ડુંગરી થોભાવી દેવાઈ હતી. વલસાડથી આવેલ ટેક્‍નીકલ સ્‍ટાફે મરામર કરી એક કલાક બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ડબ્‍બા નીચેના પૈડાના લાઈનર જામ થઈ જતા ધુમાડો શરૂ થયો હતો. ફાટકમેનની સમય સૂચકતા આધિન મોટી દુર્ઘટના થતા પહેલા ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ઈન્‍દરો જતી બરોડો એક્‍સપ્રેસ ટ્રેન વલસાડ સ્‍ટેશને થોભી હતી. ત્‍યારબાદ ટ્રેન રાબેતા મુજબ રવાના થઈ હતી. થોડાક સમય બાદ કુંડી ફાટક મેન ક્રોસ કરી હતી ત્‍યારે ફાટકમેને ટ્રેનના એક ડબ્‍બા નીચેધુમાડા આવતા જોયા, તુરંત ડુંગરી રેલ્‍વે માસ્‍ટરને તેણે જાણ કરી દેતા ટ્રેન અટકાવી દેવાઈ હતી. ડુંગરી સ્‍ટેશન માસ્‍ટર ઈમરજન્‍સીની જાણ વલસાડ સ્‍ટેશને કરી દેતા તુરંત રેલ્‍વે અધિકારીઓ ટેક્‍નીકલ સ્‍ટાફ સાથે દુર્ઘટના યાન રવાના થઈ હતી. ડુંગરી સ્‍ટેશન ઉપર ટ્રેનને ચેક કરતા પૈડાના લાઈનર જામ થઈ રહ્યા હતા. તેથી ધુમાડો આવતો હતો. એક કલાકની મરામત બાદ ટ્રેન રવાના થઈ હતી. દરમિયાન બરોડા તરફ જતો ટ્રેન વહેવાહ એક કલાક ખોરવાયો હતો.

Related posts

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત ટેકફેબ ઇન્‍ડિયા ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ. દ્વારા આર્થિક રૂપે નબળા અને દિવ્‍યાંગ સેલવાસના રામૈયા નાદરને આપવામાં આવી ઈ-રીક્ષાની ભેટ

vartmanpravah

Leave a Comment