June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ પ્રમુખ વિશાલ(અપ્‍પુ)પટેલની અધ્‍યક્ષતામા નિર્માણ દિવસના અવસરે સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડમાં ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં ત્રણ જીલ્લાની 16 ટીમોએ ભાગ લીધો હતો.
આ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની ફાઇનલ સમયે રેડક્રોસ શાળાના બાળકોના હસ્‍તે ટૂર્નામેન્‍ટનો શુભારંભ કરવામા આવ્‍યો હતો. ફાઇનલ મુકાબલો સેલવાસ યુનાઇટેડ ફૂટબોલ ક્‍લબ અને માંગેલા ફૂટબોલ ક્‍લબ દમણ વચ્‍ચે રમાઈ હતી. જેમા માંગેલા ફૂટબોલ ક્‍લબની ટીમે વિજય મેળવ્‍યો હતો.આયોજકો દ્વારા વિજેતા ટીમને એકાવન હજાર રોકડ અને ટ્રોફી આપવામા આવી હતી અને રનર્સઅપ ટીમને 25હજાર રોકડ અને ટ્રોફી આપવામા આવી હતી.
આ અવસરે શ્રી વિશાલભાઈ પટેલે જણાવ્‍યં હતું કે આ ટૂર્નામેન્‍ટ આયોજીત કરવાનો એકમાત્ર ઉદેશ્‍ય ગ્રામીણ અને શહેરી વિસ્‍તારના ખેલાડીઓમા છુપાયેલ પ્રતિભાને બહાર લાવવા માટે આ રીતનુ આયોજન કરવુ જરૂરી છે.સાથે સાથે એમણે પ્રશાસનનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ અવસરે ભાજપા સંગઠન મંત્રી શ્રી વિવેક ધાડકર, શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર,શ્રી મહેશભાઈ ગાવિત, શ્રી ચંદ્રગીરી ટંડેલ અને ભાજપા યુવા મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તા સહિત ફૂટબોલ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવન સપ્તાહ’નું આયોજન કરાશે

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

ધરમપુરના સિદુમ્‍બર ગામે માન નદીના બ્રિજ ઉપરથી જીવના જોખમે નિકળી અંતિમયાત્રા

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

‘મને આપનો ચહેરો વ્‍યવસ્‍થિત રીતે જોવા દો. જેથી હું સ્‍વર્ગમાં જાઉં તો ત્‍યાં પણ તમને શોધી શકું!’

vartmanpravah

Leave a Comment