Vartman Pravah
Other

સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી મંગળ અને બુધવારે દમણ-સેલવાસમાં સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખાનો જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પ

મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસમાં દમણગંગા સરકિટ હાઉસ ખાતે યોજાનારો બે દિવસીય કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
ભ્રષ્‍ટાચાર સામેની પહેલ અને પારદર્શક વહીવટના ભાગરૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના સહયોગથી અગામી તા.26 અને 27મી એપ્રિલના રોજ દમણ અને સેલવાસ ખાતે મુંબઈ સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખા દ્વારા જાગૃતિ અને ફરિયાદ માટેના કેમ્‍પનું આયોજન કરાયું છે. જાગૃતિ અને ફરિયાદ માટેના કેમ્‍પના આયોજનથી દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈના અધિકારીઓ પ્રદેશના નાગરિકોના ઘરઆંગણે ઉપલબ્‍ધ થશે.
આ કેમ્‍પમાં ભ્રષ્‍ટ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, બેંકકર્મીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ સામે પણ લોકો દ્વારા તેમના ભ્રષ્‍ટ કારોબારની ફરિયાદ સીબીઆઈ સમક્ષ કરવાની તક મળશે. આ કેમ્‍પમાં ફરિયાદીની ઓળખ અને નામ તેમની ઈચ્‍છા પ્રમાણે ગુપ્ત રાખવામાં આવશે.
અસરગ્રસ્‍ત વ્‍યક્‍તિ મુંબઈ સીબીઆઈ એસીબી કાર્યાલયનો સંપર્ક તેમના ફોન નંબર 022-26543700 અને 8433700000 ઉપર પણ કરી શકે છે.
સેલવાસ ખાતે કેમ્‍પ દમણગંગાસરકિટ હાઉસ અને દમણમાં વીઆઈપી ગેસ્‍ટ હાઉસ ઢોલર મોટી દમણ ખાતે યોજાશે.
અત્રે નોંધનીય છે કે, દેશની સર્વોચ્‍ચ તપાસ સંસ્‍થા સીબીઆઈની ભ્રષ્‍ટાચાર વિરોધી શાખા દ્વારા કેમ્‍પના કરાયેલા આયોજનથી પ્રદેશના કેટલાક ભ્રષ્‍ટ અધિકારીઓ, કર્મીઓ તથા ભ્રષ્‍ટ રીતિ-નીતિ અપનાવતા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

Leave a Comment