January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

પોલીસને 100 નંબર ડાયલ કરશો તો તુરંત સી-વીગ પોલીસ વી.સી.આર.
મહિલાને પીકઅપ કરી મદદ કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજે ગુરૂવાર આસો સુદ-1 થી વલસાડ જિલ્લામાં માતાજીની નવરાત્રીનો જિલ્લાભરમાં પ્રારંભ થયો છે. નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્ણ ઉજવાય એ માટે વલસાડ જિલ્લા પોલીસ કટીબધ્‍ધ થઈ છે. રાત્રી દરમિયાન કોઈપણ મહિલાને ઘરે પહોંચવાની મુશ્‍કેલી ઉભી થાય તો પોલીસને 100 નંબર ઉપર ડાયલ કરશો તો અટવાયેલી મહિલાને પોલીસસ્ત્રી વિંગ વી.સી.આર. દ્વારા મહિલાને ઘર સુધી પહોંચાડશે. આ સેવા વલસાડ જિલ્લાના તમામ વિસ્‍તારોમાં તુરંત મળશે.
વલસાડ જિલ્લા ગરબા આયોજકો સાથે વલસાડમાં મળેલી મિટીંગમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્‍યું હતું. જિલ્લાભરમાં માતાજીનો નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્ણ માહોલમાં પુરો થાય તે માટે પોલીસ વિભાગે અનેક પગલા ભર્યા છે. ક્રાઈમ બ્રાન્‍ચ, એસ.ઓ.જી. અને ઉચ્‍ચ અધિકારીઓની ટીમ દરેક ગરબા પંડાલોમાં તહેનાત રહેશે. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રહેશે. કોઈ અફવા કે ખોટા વિડીયો વાયરલ થયાનું જોવા મળશે તો તુરંત જ કાયદેસરની કાર્યવાહી કરાશે. મહિલાઓને રાત્રે મુશ્‍કેલી પડે, કોઈ રીક્ષાકે વાહન મળે તો અટવાયેલી મહિલા પોલીસ નં.100 ડાયલ કરશે તો પોલીસ વી.સી.આર. મહિલાને ઘરે પહોંચાડાશે તેવો નિર્ણય પણ પોલીસ દ્વારા લેવાયો છે.

Related posts

દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમે નિરાધાર બાળકો અંગે જાણ કરવા જાહેર જનતાને કરેલી અપીલ

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

‘સ્‍ટાર્ટ અપ ઈન્‍ડિયા’ના બે અધિકારીઓએ દમણની લીધેલી મુલાકાતઃ ડીઆઈએ ખાતે યોજાયેલો વર્કશોપ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

Leave a Comment