September 10, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

લક્ષ્મી ઓલ્‍ડ પેપરઅને પ્રમાણિક પ્‍લાસ્‍ટીક એન્‍ડ પસ્‍તીના ગોડાઉનમાં લાગેલી આગ છ કલાકની જહેમત બાદ બુઝાવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડના નંદવાલા ગામે આવેલ એક પસ્‍તી અને ભંગારના ગોડાઉનમાં આજે શુક્રવારે વહેલી સવારે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી.
વલસાડના નંદવાલા ગામે શિવ એસ્‍ટેટમાં લાડલી હોટલના પાછળના ભાગે શ્રી લક્ષ્મી ઓલ્‍ડ પેપર અને પ્રમાણિક પ્‍લાસ્‍ટીક એન્‍ડ પસ્‍તી નામના ભંગારના ગોડાઉન કાર્યરત છે. આજે વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાથી ભિષણ આગ લાગી હતી. પ્‍લાસ્‍ટીક અને પેપરનો ભંગાર સંગ્રહાયેલો હોવાથી આગે જોતજોતામાં ભિષણ રૂપ ધારણ કરી લીધું હતું. લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા બે ફાયર ફાઈટર ઘટના સ્‍થળે ધસી જઈને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. છ એક કલાકની જહેમત બાદ માંડ માંડ આગ પર કાબુ કરી લેવાયો હતો. જો કે આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. આગ લાગવાનું કારણ એફ.એસ.એલ.ના રીપોર્ટ બાદ પ્રોપર જાણી શકાશે. ઘટના અંગે ગોડાઉન માલિક ગીરીશભાઈ બચુભાઈ ઠક્કરે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગમાં 20 લાખ ઉપરાંતનું નુકશાન થવાની ચર્ચાઓ ચાલતી હતી.

Related posts

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

સુસ્‍વાગતમ્‌-2025: મીઠી મધુરી કડવી તીખી યાદો સાથે 2024ની વિદાય

vartmanpravah

Leave a Comment