October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડીના વાઘછીપા ખાતે રહેતા વરિષ્ઠ વકીલ પરભુભાઈ એન. પટેલના ઘરે તારીખ 6 ઓગસ્‍ટના રોજ 11 કલાકે વકીલ પરભુભાઈ ઘરેથી કોર્ટ જવા નીકળ્‍યા બાદ બપોરે 1 કલાકે અજાણ્‍યા ઇસમો કારમાં આવી તેમના ઘરમાં ઘૂસી પત્‍ની ઝીણુંબેનને બંધક બનાવી મારતા ઝીણું બેને પ્રતિકાર કરતા ચાકુથી ઝીણુંબેન ઘાયલ થયા હતા. આ બનાવમાં લૂંટના ઇરાદે આવેલા ઈસમો ભાગી છૂટયા હતા. જેની ગણતરીના કલાકોમાં પોલીસે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ આ ગુનામાં સંડોવાયેલો નવમો વોન્‍ટેડ આરોપી વાસંદા ખાતે હોવાની જાણ થતા પારડી પોલીસે વાંસદા પોલીસની મદદથી શુક્રવારના રોજ ઝડપી લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી નીતિન ઉર્ફે નિલેશ ઉર્ફે ભગત નટુભાઈ માંદાભાઈ પટેલ ઉવ 40 રહે નવસારી વાંસદા ભિનારગામ ખડકાળા ફળિયાની આજરોજ પારડી પોલીસે કાયદેસરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની સાથે રિમાન્‍ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આમ ગુનો બન્‍યાનાટૂંકા ગાળામાં પોલીસ નવ જેટલા આરોપીને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

Related posts

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં યોગ સંવાદ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment