October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

દાનહ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કડુએ આગામી લોકસભા ચૂંટણીમાં ખાનવેલ વિસ્‍તારમાં સંગઠન અને મતદાનમાં પણ પાર્ટીને મોટો ફાયદો થનાર હોવાનો વ્‍યક્‍ત કરેલો વિશ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની આગેવાની હેઠળ આજે દાનહના ખાનવેલ વિસ્‍તારના સેંકડો યુવાનોએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે દાનહ ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ શ્રી રમેશભાઈ કડુ અને શ્રી સંતુભાઈ પવાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં ખાનવેલ સબ જિલ્લાના આદિવાસી યુવાન ભાઈઓએ આજે વિધિવત ભાજપાનો ખેસ ધારણ કરી પાર્ટીમાં પ્રવેશ લીધો હતો. જેનાથી પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના ચહેરા સ્‍મિત રેલાયું હતું.
આ અવસરે સંઘપ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશમોદીએ ખાનવેલ આદિવાસી ભાજપ મોરચાના અગ્રણી શ્રી કમલેશભાઈ કડુને ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન કમળના ફૂલવાળો ખેસ પહેરાવી સ્‍વાગત કર્યું હતું. તેમણે દેશમાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સબ કા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ સાથેના સૂત્રને ચરિતાર્થ કરતા વિકાસકાર્યોથી આદિવાસી સમાજ સહિતના યુવાનો ભાજપા પ્રત્‍યે આકર્ષિત થઈ પાર્ટીમાં સામેલ થઈ રહ્યા હોવાનું ખુશી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું. શ્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ટચૂકડા સંઘપ્રદેશમાં વહીવટી તંત્રમાં સુધારાઓ સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિકાસની નવી દિશાના દ્વાર ખોલ્‍યા છે અને અનેક વિકાસકામો ગુણવત્તા સાથે પાર પાડયા છે.
આજે ભાજપમાં પ્રવેશેલા ખાનવેલ વિસ્‍તારના આદિવાસી સમાજના શ્રી કમલેશભાઈ કડુ, શ્રી સંદીપ ઠાકરીયા, શ્રી રાવજી સાપટા, શ્રી સાજન કુરાડા, શ્રી સુભાષ બીજ, શ્રી સાયરસ લોટી, શ્રી શૈલેષ પટેલ, શ્રી જયેશ આંધેર, શ્રી જગદીશ પટેલ, શ્રી જયલેશ પટેલ, શ્રી જાબર બોરસા સહિત શ્રી ગૌરવ વર્માએ પણ કમળવાળો ખેસ પહેર્યો હતો.
દરમિયાન ભાજપમાં પ્રવેશેલા તમામ કાર્યકર્તાઓનું પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે સ્‍વાગત કર્યું હતું અને તેમને દરેકને લાયક કાર્ય સોંપી પાર્ટી પ્રત્‍યે વફાદાર રહી સતત સહયોગ આપવાનું સૂચન કર્યું હતું.જ્‍યારે દાનહ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ કડુએ ભાજપા કાર્યાલય પર આદિવાસી સમાજના યુવાઓએ જે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો એનાથી આગામી લોકસભા સહિતની તમામ ચૂંટણીઓમાં ખાનવેલ વિસ્‍તારમાં સંગઠનમાં અને મતદાનમાં ભારતીય જનતા પાર્ટીને ઘણો ફાયદો થશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ખાનવેલ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી સંતુભાઇ પવારે કર્યુ હર્તું.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

26 જુલાઈએ વિશ્વના 75 લાખ લોકો ઈન્‍ડિયન નેશનલ એન્‍થમ ડ્રાઈવમાં જોડાશે

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

વાપીમાં ગરદનથી માથામાં ઘૂસી ગયેલ સળિયાને બહાર કાઢી તબીબોએ 5 વર્ષના બાળકને નવજીવન આપ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ સંગઠન પર્વ-2024ના ચૂંટણી અધિકારી તરીકે દમણના તેજતર્રાર યુવા નેતા વિમલ પટેલની કરેલી નિમણૂક

vartmanpravah

Leave a Comment