
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)નું ઉદ્દઘાટન કપરાડા તાલુકા પંચાયતના સભ્ય સીતારામભાઈ એમ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્વેતા આર. દેસાઈ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી કમલેશ એ. ગિરાસે, કપરાડા પીએસઆઈ એલ. એસ. પટેલ, કપરાડા તાલુકા પંચાયત સદસ્ય ધયત્રીબેન એ. ગાયકવાડ, બજાર સમિતિ સદસ્ય મનીષભાઈ એમ. ભરસટ, કપરાડા સરપંચ શાંતિબેન બી. મુહૂડકર, કપરાડા પોલીસ સ્ટેશન સ્ટાફ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્ટાફ, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ અને લાભાર્થીઓᅠહાજરᅠરહ્યા હતા.

