Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે શાળા પ્રવેશોત્‍સવનો ઉલ્લાસભેર શુભારંભ

કોપરલી, રાતા અને સલવાવ ગામની શાળામાં કુલ 74 વિદ્યાર્થીઓને મંત્રીએ કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્‍યો

વિવિધ પરીક્ષા, ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ
અને પોતાના ક્ષેત્રમાં સિધ્ધિ મેળવનાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
તેમજ દાતાઓનું સન્માન પણ કરાયું

પ્રવેશોત્‍સવને પગલે ડ્રોપ આઉટ રેશીયો ઘટયો અને બાળકોનું 99 થી 100 ટકા નામાંકન થઈ રહ્યું છેઃ મંત્રી કનુભાઈ દેસાઈ

વાપીના કોપરલી ખાતે રૂ.1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલી
કોપરલી મુખ્‍ય શાળાના મકાનનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: સમગ્ર રાજ્‍યની સાથે વલસાડ જિલ્લામાં પણ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” ટેગલાઈન સાથે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ – 2024નો મહાઉત્‍સવની જેમ ઉજવણીનો શુભારંભ થયો છે. રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક્‍લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી તાલકાના કોપરલી ગામની મુખ્‍ય શાળા, રાતા ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળા અને સલવાવની મુખ્‍ય શાળામાં બાળકોને ઉલ્લાસભેર કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ ભેટ આપી વ્‍હાલ સાથે શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી હતા ત્‍યારે પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નામાંકન અને કન્‍યા કેળવણીના ધ્‍યેયને સિધ્‍ધ કરવા માટે શાળા પ્રવેશોત્‍સવનો પરિણામલક્ષી કાર્યક્રમ શરૂ કરાવ્‍યો હતો. જે નિરંતર ચાલી રહ્યો છે. રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી તાલુકાના કોપરલી ગામની મુખ્‍ય પ્રાથમિક શાળામાં બાલવાટીકામાં 16, ધો. 2 થી 8માં 3 અને ધો. 6માં 24 વિદ્યાર્થી, રાતાગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળામાં ધો.1 માં 4, બાલવાટીકામાં 15 અને આંગણવાડીમાં 3 વિદ્યાર્થી જ્‍યારે સલવાવ ગામની શાળામાં મુખ્‍ય શાળામાં બાલવાટીકામાં 9 મળી કુલ 74 વિદ્યાર્થીઓને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. જેને પગલે શાળા પ્રવેશોત્‍સવ એ માત્ર શાળાનો જ નહી પરંતુ સમગ્ર ગામનો ઉત્‍સવ બની ગયો હતો. વાપીના કોપરલી ખાતે રૂ.1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલી કોપરલી મુખ્‍ય શાળાના મકાનની તકતીનું અનાવરણ પણ મંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, કચ્‍છમાં ભૂકંપ બાદ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્‍યા બાદ ગુજરાતમાં શિક્ષણનો વ્‍યાપ વધે તે માટે વાલીઓને કહ્યું હતું કે, મને તમારા બાળકો ભિક્ષામાં આપો, મારે તેમને ભણાવવા છે. ત્‍યારબાદ કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. જેને પગલે ડ્રોપ આઉટ રેશીયો ઘટયો છે અને બાળકોનું 99 થી 100 ટકા નામાંકન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત જ એક માત્ર એવુ રાજ્‍ય છે કે, જ્‍યાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાય છે. તેમણે બેટી બચાવો, બેટી પઢાઓ અને પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણની પહેલ કરી હતી. કોરોનાકાળમાંપણ ગ્રામ્‍ય વિસ્‍તારો વૃક્ષઆચ્‍છાદિત હોવાથી કોરોનાની અસર ઓછી જોવા મળી હતી. આજે ગામમાં પ્રવેશોત્‍સવ ઉજવાય રહ્યો છે ત્‍યારે મોટી સંખ્‍યામાં ગ્રામજનોની હાજરી જોવા મળી રહી છે જેના પરથી જણાય છે કે, ગુજરાતનું ભાવિ ઉજ્જવળ છે. દીકરીઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવે તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા સ્‍કોલરશીપને લગતી અનેક નવી યોજનાઓ અમલમાં મુકાઈ છે. આ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળે તે માટે વાલીઓએ જાગૃત રહેવાની જરૂર છે. આજે અનેક બાળકોએ પાણીનું મહત્‍વ, કન્‍યા શિક્ષણ, વૃક્ષારોપણ અને સ્‍વચ્‍છતાના મહત્‍વ વિશે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા તે બદલ અભિનંદન પાઠવું છું. ગુજરાત દેશમાં નંબર વન છે પરંતુ હજુ આગળ જવાનો પ્રયાસ ચાલુ રહેવો જોઈએ. મંત્રીના હસ્‍તે ત્રણેય શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
કોપરલી, રાતા અને સલવાવની શાળાઓમાં સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના પરીક્ષા અને ખેલમહાકુંભમાં ઉત્‍કળષ્ટ સિધ્‍ધિ મેળવનાર તેમજ શાળામાં 100 ટકા હાજરી આપનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓનું મંત્રી અને મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સિવાય શાળામાં ભણેલા અને વયોવૃધ્‍ધ અને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ મેળવનાર અને શાળામાં દાન કરનાર દાતાઓનું વિશેષ સન્‍માનકરવામાં આવ્‍યું હતું. ત્રણેય સ્‍કૂલમાં મંત્રીશ્રીએ શાળાના વર્ગખંડો, મધ્‍યાહન ભોજન યોજનાના શેડ, કમ્‍પ્‍યુટર લેબ, વિદ્યાર્થીઓની ઉત્તરવહી અને પરિણામની ચકાસણી કરી હતી. ત્‍યારબાદ ત્રણેય સ્‍કૂલમાં શાળા મેનેજમેન્‍ટ કમિટી સાથે બેઠકો યોજી શાળાના વિકાસ માટે તેમજ વિદ્યાર્થીઓને સુદઢ અને અવિરત શિક્ષણ મળી રહે તે માટે સૂચનો મેળવ્‍યા હતા.
આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ મિતેશ પટેલ, વાપી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્‍ય મનોજભાઈ માહ્યાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મીનાબેન પટેલ, બીઆરસી કો-ઓર્ડિનેટર અશ્વિન ગુપ્તા, સીઆરસી કો-ઓર્ડિનેટર રાધિકા પટેલ, કોપરલી ગામના સરપંચ ઉષાબેન હળપતિ અને શાળાના આચાર્ય ધર્મેશભાઈ જે.પટેલ, રાતા ગામના સરપંચ અને શાળાના આચાર્યા સંસ્‍કળતિબેન ટંડેલ, સલવાવ ગામના સરપંચ સંજયભાઈ પટેલ અને શાળાના આચાર્ય દિક્ષિતભાઈ ટંડેલ, ત્રણેય શાળાના શિક્ષકો, બાળકો, ઉપસરપંચો, એસ.એમ.સીના સભ્‍યો અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

દમણ ખાતે ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ ચેમ્‍પિયન બનેલી કચીગામ જય જલારામ ટીમ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

Leave a Comment