Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ખાનવેલ સબ ડિવિઝનના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થનાર અંતરિયાળ ગ્રામીણ વિસ્‍તારના પરીક્ષાર્થીઓની સહાયતાના માટે એક સરાહનીય પહેલ કરી છે. ખાનવેલ સબડીવીઝનના ગ્રામીણ પરીક્ષાર્થીઓની અવરજવર સબંધી સમસ્‍યાઓને ધ્‍યાનમાં રાખતા વિભાગોને ટ્રાન્‍સપોર્ટર્સ એસોસિએશન સાથે એક યોજના તૈયાર કરી છે જેના અંતર્ગત સુરંગી, ખાનવેલ, દૂધની, દપાડા અને માંદોની વિસ્‍તારના ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે 17 બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ બસો નિર્ધારિત સમય પર નિર્ધારિત જગ્‍યા પરઆવશે અને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્‍દ્ર પર લઈ જશે. ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખ અને કેન્‍દ્ર અનુસાર નિર્ધારિત રૂટ અંતર્ગત આ બસો સુરંગીથી દપાડા, ખાનવેલથી દપાડા, ખાનવેલથી સેલવાસ, દૂધનીથી દપાડા, દૂધનીથી સેલવાસ, દપાડાથી સેલવાસ અને માંદોનીથી દપાડા સુધી ચલાવવામાં આવશે. પરીક્ષા બાદ પરીક્ષાર્થી આ જ બસોમાં પરત જઈ શકશે. ટ્રાન્‍સપોર્ટર્સ એસોસિએશન દ્વારા નિર્ધારિત ભાડામા છૂટ આપવામાં આવશે.
ખાનવેલ સબ ડીવીઝનના ગ્રામીણ ક્ષેત્રના પરીક્ષાર્થી અને એમના વાલીઓની સમસ્‍યા પર ધ્‍યાન આપવા અને એના નિરાકારણના માટે પ્રશાસકશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો અને આ પહેલ માટે પ્રશાસનને ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.

Related posts

ચીખલીના સમરોલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં વેઠ ઉતારાતા ગ્રામજનો સાથે સરપંચ અને તલાટીએ પંચક્‍યાસ કરી રેતીના સેમ્‍પલો લઈ કામ અટકાવ્‍યું

vartmanpravah

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

vartmanpravah

Leave a Comment