October 14, 2025
Vartman Pravah
દમણ

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.19
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવા 0ર કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે તેમજ 0ર વ્‍યક્‍તિને આજરોજ હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પ્રદેશમાં હાલમાં કુલ 0પ સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 3483 દર્દીઓ કોરોનામુક્‍ત થઈ ચુકયા છે, જ્‍યારે ફક્‍ત 01 વ્‍યક્‍તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે દમણમાં 120 નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો. દમણમાં આજરોજ ખારીવાડ અભિષેક જમુના એપાર્ટમેન્‍ટ, દમણ અને નાની દમણ જૈન મંદિરફોર્ચ્‍યુન એપાર્ટમેન્‍ટ, દમણ એમ 02 નવો કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયો છે. હાલમાં દમણમાં કુલ 03 કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર છે જેમાં નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર 0ર અને મોટી દમણ વિસ્‍તાર-01 જાહેર છે.

Related posts

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

દમણના મગરવાડા ખાતે દુધી માતા મંદિર પરિસરમાં વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના દરબારમાં ઉમટેલો માનવ મહેરામણ

vartmanpravah

Leave a Comment