Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

કુલ ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાશે

જિલ્લાની ૯૫૭ પ્રાથમિક શાળા માટે ૯૩ કલસ્ટર અને ૯૩ રૂટ નક્કી કરવામાં આવ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩નો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થનાર છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આજે તા. ૧૨ જૂનથી તા. ૧૩ જૂન સુધી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થશે. જેમાં રાજ્ય કક્ષાના પદાધિકારી અને અધિકારીઓને એક તાલુકો ફાળવી એ જ તાલુકાના ત્રણ કલસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ-ત્રણ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉજવણીમાં વાલીઓ અને ગ્રામજનોને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયુ છે.
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ ઉમરગામ તાલુકાના ધોડીપાડા કલસ્ટરના ખંડવાઈ, મમકવાડા અને સરઈ ગામની પ્રાથમિક શાળામાં યોજનારા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. વલસાડ જિલ્લામાં ૬ તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૨૮, બાલવાટીકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીની સંખ્યા ૧૩૯૪૫, ધો.૧ માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૧૫ અને ૬ થી ૧૪ વર્ષ પુનઃ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૩૨ છે. આમ કુલ ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાશે. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત સંભવિત રૂટનું તાલુકાવાર આયોજન કરાયુ છે. જે મુજબ વલસાડ જિલ્લાના ૬ તાલુકામાં ૯૫૭ પ્રાથમિક શાળાઓ છે. જે માટે ૯૩ કલસ્ટરની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૯૩ સંભવિત રૂટ પર કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયુ છે.

Related posts

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment