Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

હોટલ સંચાલક દ્વારા ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં ઘોર ઉદાસિનતા રખાઈ હોવાનું તારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : નાની દમણના ન્‍યુ નટરાજ ગેસ્‍ટ હાઉસ(હોટલનાનાસ પેલેસ)ના સંચાલકોની અક્ષમ્‍ય ગુનાહિત બેદરકારીના કારણે બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગવાથી થયેલા મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસન વિભાગે હોટલનું રજીસ્‍ટ્રેશન રદ્‌ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.30મી સપ્‍ટેમ્‍બરના શનિવારે ગુજરાતના નડિયાદથી આવેલ શ્રીકાંત વાઘેલા અને તેના છ વર્ષના પુત્ર સિનોનનું હોટલના બાથરુમમાં શોક લાગવાથી કરૂણ મૃત્‍યુ થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં હોટલ નાનાસ પેલેસના જવાબદાર સંચાલકો સામે આઈપીસીની વિવિધ ધારા હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવેલ છે.
શોક લાગવાની ઘટનામાં હોટલ સંચાલકે ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં રાખેલી ઘોર ઉદાસિનતાના કારણે બે વ્‍યક્‍તિના મોત થતાં સંઘપ્રદેશ પ્રશાસનના પ્રવાસન વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રજીસ્‍ટ્રેશન ઓફ ટુરિસ્‍ટ એક્‍ટ 1982ના પ્રોવિઝન અને બનેલ રૂલ્‍સ મુજબ તાત્‍કાલિક અસરથી ન્‍યુ નટરાજ ગેસ્‍ટ હાઉસ હોટલ નાનાસ પેલેસના રજીસ્‍ટ્રેશનને રદ્‌ કરવાનો આદેશ જારી કરાયો છે.

Related posts

સાદડવેલ ગામે દૂધ ભરવા જઈ રહેલા શખ્‍સને કાર ચાલકે ટક્કર મારતા સ્‍થળ ઉપર મોત નિપજ્‍યું

vartmanpravah

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

સ્‍વયંસેવક દિવસ નિમિત્ત ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા સ્‍વિમિંગની તાલિમ પૂર્ણ કરાઈ

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની આનંદ અને ઉત્‍સાહથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment