January 16, 2026
Vartman Pravah
Breaking Newsચીખલી

ચીખલી તાલુકાના સતાડીયા ગામે બસનો કાચ સાફ કરતી વેળાએ નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ) તા.14
સતાડીયા ગામે એસટી બસનો કાચ સાફ કરતી વેળા બસ રણકી જતા નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત નીપજ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એસટી બસના કંડકટર શ્રી બીપીનભાઈ સામજીભાઈ પટેલ (રહે.સિયાદા પ્રધાનપાડા તા.ચીખલી)એ આપેલ ફરિયાદમાં જણાવ્‍યાનુસાર સોમવારના રોજ સાંજના સાતેક વાગ્‍યાના અરસામાં ડ્રાઇવર શશીકાંત પટેલ સાથે કંડકટર બીપીનભાઈ પટેલ એસટી બસ નં.જીજે-18-ઝેડ-3729 લઈબીલીમોરાથી સતાડીયા જવા નીકળેલ અને રાત્રીના આઠેક વાગ્‍યાના સમય દરમ્‍યાન સતાડીયા પહોંચી જમીને બસને પાર્ક કરી સુઈ ગયેલ દરમ્‍યાન મંગળવારની વહેલી સવારના આશરે 4:40 વાગ્‍યે એસટી બસ ડ્રાઇવર શશીકાંત કિકાભાઈ પટેલ (રહે.નાંદરખા વાંઝરી ફળીયા તા.ગણદેવી જી.નવસારી) જે એસટી બસ લઈ સતાડીયાથી બીલીમોરા જવા માટે નિકળવના હતા.અને બસ ચાલુ કરી હતી.
દરમ્‍યાન વહેલી સવારના સમયે ગાઢ ધૂમમ્‍સને કારણે બસની આગળની કાચ સાફ કરવા માટે ડ્રાઇવર શશીકાંત પટેલ ગયા હતા.તે વખતે બસ ઢાળમાંથી રણકી જતા કાચ સાફ કરવા ચઢેલ ડ્રાઇવર નીચે પડી જતા આગળના વ્‍હીલમાં આવી જતા બસ સાથે ધસડાઈ ગટરમાં બસ સાથે પટકાતા જેસીબી મશીન લાવી એસટી બસને ઊંચકી ડ્રાઇવરને બહાર કાઢી 108 ને બોલાવી ચેક કરતા ડ્રાઇવર શશીકાંત પટેલને માથાના ભાગે તથા પેટના ભાગે ઇજાઓ થતા 108 ઉપરના ફરજ પરના કર્મચારીએ મળત જાહેર કરતા બનાવની વધુ તપાસ હે.કો.નેહલભાઈ મંગુભાઇ કરી રહ્યા છે.

Related posts

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી નગરપાલિકાએ વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને એસોસિએશન સાથે યોજેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

Leave a Comment