October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

દીવના લોકોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યેનું ચુકવેલું ઋણઃ હવે લોકો જાગતા થતાં તંત્રને બાનમાં લેનારાઓને મળેલો જાકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.10
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર પોતાની દુકાન ચલાવનારાઓનો પર્દાફાશ થયો છે અને દીવના લોકોએ આવા તત્ત્વોને જાકારો પણઆપ્‍યો છે.
દીવ નગરપાલિકાની ચૂંટણી પહેલાં લોકોએ પોતાનું મન બનાવી લીધું હતું કે અકલ્‍પનીય થયેલા વિકાસ ઉપર મહોર મારવી છે. પ્રદેશ અને જિલ્લાના વિકાસના શિલ્‍પી તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણ ચુકવી તમામ બેઠકો બિનહરિફ રીતે ભાજપને આપવાનો બહુમતિ લોકોએ નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાક લોકોને ચૂંટણી થાય તેમાં અને ઉમેદવારી કર્યા બાદ ખેંચાવવામાં રસ હતો. દીવ નગરપાલિકાની 6 બેઠકો બિનહરિફ ભાજપના ફાળે ગયા બાદ 7 બેઠકો ઉપર ચૂંટણી ફરજીયાત બની હતી. પરંતુ લોકોએ આપેલા ચુકાદાથી સાબિત થયું છે કે, હવે તંત્રને બાનમાં લેનારાઓના દિવસો પુરા થયા છે અને લોકો જાગતા થયા છે.

Related posts

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

vartmanpravah

Leave a Comment