September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતજાહેરખબરદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.20: માનવ વિકાસ મંત્રાલય દ્વારા 2014 થી સ્‍વચ્‍છ ભારત, સ્‍વચ્‍છ વિદ્યાલય ‘‘પુરસ્‍કાર અંતર્ગત સ્‍વચ્‍છ વિદ્યાલય” પુરસ્‍કાર 2021-22 માં શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવને જિલ્લા કક્ષાનો સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર મળેલ છે. આજરોજ તા-20/07/2022 જિલ્લા પંચાયત વલસાડ, રાજીવ ગાંધી હોલ ખાતે યોજાયેલ સમારોહમાં સ્‍વચ્‍છ શાળા પુરસ્‍કાર 2021-22ની ઓવર ઓલ કેટેગરીમાં શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવને જિલ્લા કક્ષાનો સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર મળ્‍યો હતો. શાળાના ટ્રસ્‍ટી મંડળ તેમજ શાળા પરિવાર વતી શાળાના આચાર્યાશ્રીમતી દક્ષાબેન પટેલે એવોર્ડ સ્‍વીકાર્યો હતો. જે બદલ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પુરાણી સ્‍વામી કપિલ જીવનદાસજી સમગ્ર ટ્રસ્‍ટી મંડળ ડાયરેક્‍ટર શ્રી ડો.શૈલેષભાઈ લુહાર, હિતેનભાઈ ઉપાધ્‍યાય તેમજ શાળાનાં તમામ વિભાગના આચાર્યશ્રીઓ અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment