October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી બૂથ સ્‍તરના અધિકારીઓ દ્વારા ઘર-ઘરથી ફોર્મ ભેગા કરવાનું વિશેષ અભિયાન ચલાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01
દમણના કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને લિંક કરવા બાબતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કલેક્‍ટર અને મુખ્‍ય ચૂંટણી અધિકારી ડો. તપસ્‍યા રાઘવની અધ્‍યક્ષતામાં સવારે 11:30 વાગ્‍યે કલેક્‍ટરાલયના સભાખંડમાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં મુખ્‍ય ચૂંટણી અધિકારીએ તમામ મીડિયા કર્મીઓને જણાવ્‍યું હતું કે, ભારતના ચૂંટણી આયોગ (ઈસીઆઈ) દ્વારા 1 ઓગસ્‍ટથીચૂંટણી ઓળખપત્રને આધાર કાર્ડ સાથે સ્‍વૈચ્‍છિકતાથી જોડવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ અભિયાનનો હેતુ મતદારોની ઓળખ કરવી અને મતદાર યાદીમાં સમાવિષ્‍ટોને પ્રમાણિત કરવાની સાથે સાથે તેઓની ઓળખ કરવાનો છે. આ બાબતે મુખ્‍ય ચૂંટણી અધિકારી ડો. તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે, મતદાર તેમના ચૂંટણી ઓળખપત્રને આધાર કાર્ડની સાથે ફોર્મ 6-બી ભરીને પ્રમાણિત કરી શકે છે. એની સાથે જે મતદારોની પાસે આધાર કાર્ડ નથી, તેઓ 11 વૈકલ્‍પિક દસ્‍તાવેજોમાંથી કોઈપણ એકની નકલ રજૂ કરીને ઓળખની પ્રમાણિકતા કરાવી શકે છે. આ માટે મનરેગા જોબ કાર્ડ, ફોટાની સાથે બેંકની પાસબુક, ડ્રાઈવિંગ લાયસન્‍સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, આરોગ્‍ય વીમા સ્‍માર્ટ કાર્ડ, પેન્‍શન દસ્‍તાવેજ, સરકાર દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર, સાંસદો, ધારાસભ્‍યો અને એમએલસીને આપવામાં આવેલ અધિકારિક ઓળખપત્ર અને સામાજિક ન્‍યાય મંત્રાલય દ્વારા જારી વિશિષ્‍ટ ઓળખ પત્રનો ઉપયોગ કરી શકે છે.
મુખ્‍ય ચૂંટણી અધિકારીએ જણાવ્‍યું હતું કે, આધાર કાર્ડ સાથે ચૂંટણી ઓળખપત્ર લિંક કરવા માટે 1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી ઘર-ઘરથી બૂથ સ્‍તરના અધિકારીઓ દ્વારા વિશેષ અભિયાન ચલાવીને ફોર્મ ભેગા કરવામાં આવશે. તેઓએ જણાવ્‍યું કે 31 માર્ચ, 2023સુધી 100 ટકા આધારને ચૂંટણી ઓળખપત્ર સાથે લિંક કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે.

Related posts

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના અતિ વ્‍યસ્‍ત કાર્યક્રમ વચ્‍ચે દીવની મુલાકાત લઈ તૈયારીનું કરેલું નિરીક્ષણ: અધિકારીઓને આપેલા જરૂરી દિશાનિર્દેશ અને માર્ગદર્શન

vartmanpravah

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

Leave a Comment