Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘ પ્રશાસન અને જીવીકેઈએમઆરઆઈ દ્વારા 108 સેવામાં નવી ટેક્‍નીક એનજી 108 ન્‍યુ જનરેશનનું ઉદ્‌ઘાટન આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. એમની સાથે ડો. દર્શન માહ્યાવંશી અને ડો. નારાયન મામત ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘપ્રદેશમાં છેલ્લા દસ વર્ષથી 108એમ્‍બ્‍યુલન્‍સની અવિરત સેવા ચાલી રહી છે. આ સેવાઓને વધુ સારી બનાવવા માટે એક નવી ટેકનીકની શરૂઆત કરવામાં આવી છે. આ ટેક્‍નીકથી લોકોને 108ની સેવા ખુબજ ઓછા સમયમાં તાત્‍કાલિક પ્રભાવથી પ્રાપ્ત થશે અને નજીકની હોસ્‍પિટલમાં દર્દીની જાણકારી પહોંચી જશે. જેનાથી તાત્‍કાલિક સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાશે અને દરેક સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટરને પણ જાણકારી રહેશે જેનાથી 108 દ્વારા સંઘ પ્રદેશના દરેક નાગરિકને આનો લાભ પ્રાપ્ત થઈ શકશે. કોઈપણ પ્રકારની ઈમરજન્‍સી અને આપાતકાલીન પરિસ્‍થિતિમાં એનજી 108 કારગત સાબિત થશે હાલમાં સંઘપ્રદેશ 108ની સેવા સમગ્ર દેશમાં સૌથી ઓછા સમયમાં રિસ્‍પોન્‍સ ટાઈમ લોકો સુધી પહોંચે છે. સંઘપ્રદેશ પ્રશાસન ભવિષ્‍યમાં 108ની સેવાને વધુ સારી બનાવશે જેનાથી લોકોને સારો લાભ મળી શકશે.

Related posts

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

વાપી કેબીએસ ઍન્ડ નટરાજ કોલેજમાં વાર્ષિક દિનની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

Leave a Comment