September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

દિનેશ નવિનભાઈ પટેલ (28) ઉપર જુની અદાવતમાં ગૌરવ રાઠોડ અને સાગરિતો હુમલો કરી ભાગી છૂટયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: નવરાત્રી મહોત્‍સવના અંતિમચરણમાં વલસાડના એસ.ટી. વર્કશોપ ગ્રાઉન્‍ડમાં આયોજીત થયેલા ગરબામાં મંગળવારે રાત્રે એક યુવક ઉપર ચાકૂથી હુમલો થતા ગરબામાં ભાગદોડ મચી જવા પામી હતી.
વલસાડ અબ્રામા એસ.ટી. કોલોની પ્રગતિ મંડળ આયોજીત ગરબા મહોત્‍સવમાં ગતરાત્રે ઝરણા પાર્કમાં રહેતો 28 વર્ષિય યુવાન દિનેશ નવિનભાઈ પટેલ નિત્‍યક્રમ મુજબ ગરબા રમવા ગયો હતો. દિનેશને થાક લાગતા સાઈડ પર આવી ઉભો હતો ત્‍યારે અચાનક પાછળથી તેના ઉપર ઉપરા ઉપરી ચાકુના ઘા કરી હુમલાવરો ફરાર થઈ ગયા હતા. ઘાયલ દિનેશને તાત્‍કાલિક સિવિલમાં અને ત્‍યાંથી કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્‍પિટલમાં દોડી ગઈ હતી. ઘાયલ દિનેશે પોલીસને જણાવ્‍યું હતું કે હુમલો કરનાર ગૌરવ રાઠોડ ઉર્ફ દંગો અને સાગરિતો હતા. તે કંપનીમાં નોકરી કરે છે અને ઘરે દારૂનું વેચાણ કરે છે. પોલીસે જુની અદાવતનો ગુનો નોંધી આરોપીઓની વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

ચીખલી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી જુદા જુદા જિલ્લામાંથી ચોરી કરેલ 10 જેટલી મોટર સાયકલો સાથે 3 ચોરોને મહારાષ્‍ટ્રના કલવણથી ઝડપી પાડયા

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment