October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર પારડી તાલુકા વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કથળેલી હોય એવી સ્‍થિતિ નિર્માણ થયેલી જોવા મળી રહી છે. સામી દિવાળીએ ચોર-તસ્‍કરો બેફામ બની ચોરી કરી રહ્યા છે જ્‍યારે બીજી બાજુ પી.આઈ.કક્ષાનું પોલીસ સ્‍ટેશન આવા ચોરોને ઝબ્‍બે કરવાને બદલે પારડીને લગોલગ આવેલ કેન્‍દ્ર શાસીત પ્રદેશમાંથી આવતા સ્‍થાનિકોને એક કે બે બોટલ લાવનારાઓને પકડી મોટો મીર માર્યો હોય એમ વર્તી રહી છે.
થોડા સમય પહેલા પારડીના ઉમરસાડીના બંગલામાં તથા પારડીના બંધ ફલેટમાંથી રૂા.1.50. લાખની ચોરી થવા પામી હતી. આ ચોરી અંગે પોલીસ કોઈ નક્કર પગલાં ભરી ચોરોને ઝબ્‍બે કરી શકી નથી ત્‍યાં ફરી એકવાર પોલીસને પડકાર ફેંકી પારડીના મોટા વાઘછીપા ખાતે આવેલ વિનાયક પેટ્રોલ પમ્‍પ, પોસ્‍ટ ઓફીસ તથા એક દરજીની દુકાનમાં ત્રાટકી એક સાથે ત્રણ જેટલી જગ્‍યાએ સફળતા પૂર્વક ચોરી કરી 60 હજાર જેટલી રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે પેટ્રોલ પમ્‍પના માલિક પોલીસ સ્‍ટેશન આવ્‍યા હોવા છતાં પણ આ ચોરીની પણ હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

ઉમરગામના માણેકપુર ખાતે યોજાયેલી વારલી સમાજની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં 166 ટીમોએ લીધેલો ભાગ: ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ 

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

vartmanpravah

Leave a Comment