October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

  • એડવોકેટ ભક્‍તિ ઉપાધ્‍યાયે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને મેજીસ્‍ટ્રેટ સમક્ષ 164મા અપાતા સ્‍ટેટમેન્‍ટની રસપ્રદ શૈલીમાં આપેલી જાણકારી

  • પોતાનું સંતાન દરેક વાત કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વગર કરી શકે એવું વાતાવરણ પોતાના ઘરમાં બનાવવા સરપંચ મુકેશ ગોસાવીએ ઉપસ્‍થિત ગ્રામજનોને આપેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયત ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના સુપ્રસિદ્ધ એડવોકેટ શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાયે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને મેજીસ્‍ટ્રેટ સમક્ષ 164મા અપાતા સ્‍ટેટમેન્‍ટની ખુબ જ રસપ્રદ શૈલીમાં જાણકારી આપી હતી.
એડવોકેટ શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાયે પોક્‍સો એક્‍ટના સંદર્ભમાં પણ વિસ્‍તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, તાજેતરમાં સેલવાસની એક શાળામાં એક સગીર વિદ્યાર્થીની જોડે શાળાના સંચાલકેકરેલા દુષ્‍કર્મનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, મા-બાપે પણ પોતાના સંતાનના બદલાતા સ્‍વભાવ અને વલણ ઉપર નજર રાખવી જોઈએ. ઘરમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે, પોતાનું સંતાન દરેક વાત કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વગર કરી શકે. તેમણે દમણની અદાલત દ્વારા લોકોમાં કાનૂની જાગૃતિ પેદા કરવા થઈ રહેલા કાર્યની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્‍યુટી સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ગામના આગેવાનો શ્રી હરેશભાઈ(પપ્‍પુભાઈ) બારી, શ્રી ગણેશભાઈ પટેલ, સમાજ સેવિકા શ્રીમતી દિપીકાબેન સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના તથા સ્‍ટાફે મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah

દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્‍પિયનઃ ભાઠૈયા રનર્સ અપ

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment