Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંભેટીની ટીમ ચેમ્‍પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી વડ ફળિયા ખાતે આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટને આહિર સમાજના વડીલ એવા શ્રી કાંતિભાઈ આહિરના હસ્‍તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ ટૂર્નામેન્‍ટમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને દાદરા નગરહવેલીની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ કપરાડાના અંભેટી અને સરીગામ વચ્‍ચે રમાઈ હતી. જેમાં અંભેટી ગામની ટીમ વિજેતા બની હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં સામરવરણી ગામના ડેપ્‍યુટી સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, શ્રી હરીશભાઈ આહિર, શ્રી પ્રમોદભાઈ આહિર, શ્રી કાસભાઈ આહીર, ક્રિકેટ પ્રેમીઓ તથા આ આહિર સમાજના આગેવાનો મોટી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટ નજીક ટેમ્‍પોમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

Leave a Comment