October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

છરવાડા રમઝાનવાડીમાં રહેતો આસિફ મકસુદન ખાનની પોલીસે બે બાઈક સાથે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: વાપી જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઈજ હાઈટેક કંપનીના પાર્કિંગમાંથી બાઈક ચોરાઈ હતી જેની ફરિયાદ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં નોંધાઈ હતી. પોલીસે ચોરેલી બાઈક સાથે આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્‍યો હતો.
જી.આઈ.ડી.સી. તુલસી હોટલ ચાર રસ્‍તા પાસેથી પોલીસે કાળા કલરની યુનિકોર્ન બાઈક સવારને ઉભો રાખી શંકાસ્‍પદ લાગતા પુછપરછ કરી હતી. બાઈકના પેપર માંગ્‍યા હતા. જે નહી મળતા આરોપી આસિફ મકસુદનખાનની અટક કરી હતી. છરવાડા રમઝાન વાડી ચંપકભાઈની ચાલમાં રહેતા આ આરોપીએ કબુલાત કરી હતી કે ગત તા.21-12-22ના રોજ હાઈટેક કંપનીના પાર્કિંગમાં બાઈક ચોરી કરી હતી. જીજે 15 એએન 3376 અને જીજે 15 એજે 2898 મળી કુલ બે વાહનોની ચોરીની કબુલાત બાદ બે વાહન આરોપી આસિફ પાસેથી રિકવર કર્યા હતા.

Related posts

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ચીખલીની કુમાર શાળાનો વિદ્યાર્થી વાદન સ્‍પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

Leave a Comment