September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિત દ્વારાઆયોજીત યજ્ઞ તા.07 થી 13 જાન્‍યુઆરી સુધી વિવિધ આધ્‍યાત્‍મિક કાર્યક્રમ કાર્યરત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપીને આંગણે આવતીકાલે 7મી જાન્‍યુઆરીથી ચલા ભાઠેલા પાર્ટી પ્‍લોટમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞનો શુભારંભ થનાર છે.
શ્રી સદ્‌ગુરુદેવ સ્‍વામી અખંડાનંદજી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ બરૂમાળ ધરમપુર દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી વિદ્યાનંનદ સરસ્‍વતીજી મહારાજના સાનિધ્‍યમાં યોજાનાર યજ્ઞનું સંચાલન શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપી દ્વારા થનાર છે. વિશેષ માહિતી સંપર્ક નં.ભદ્રેશભાઈ પંડયા 98251 48632, બી.કે. દાયમા 93774 82940, સંપત બેડિયા 98241 68830 ઉપર કરી શકાશે. દરરોજ યજ્ઞ જાપ અને આહુતિમાં અનેક લોકો જોડાનાર છે. દરરોજ યજ્ઞ પ્રારંભ સવારે 9 થી 12 અને 3 થી 6 વાગ્‍યા સુધી રહેશે. પ્રતિદિન 6:30 કલાકે મહાઆરતી, યજ્ઞ પરિક્રમા સવારે 9 કલાકથી રાત્રે 9 કલાક સુધી દરરોજ તેમજ યજ્ઞ પુર્ણાહુતિ તા.13 જાન્‍યુઆરી શુક્રવાર તથા આજ દિવસે સાંજે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું છે.

Related posts

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

vartmanpravah

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment