December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: સેલવાસ-નરોલી રોડ પર ત્રણ બંગલા સામે એક વ્‍યક્‍તિ રાત્રી સમયે વોકિંગ માટે નિકળ્‍યા હતા, તે સમયે પાછળથી પુરઝડપે પસાર થઈ રહેલ ઇકો કારના ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઈ હતી. જેમને હોસ્‍પિટલમાં લઈ જતા સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર શરદ શિંદે (ઉ.વ.42) રહેવાસી કસ્‍તુરી એપાર્ટમેન્‍ટ, સેલવાસ જે રાત્રે જમ્‍યા બાદ વોકિંગ માટે નીકળ્‍યા હતા તે દરમિયાન પાછળથી આવતી ઇકો કારચાલકે ટક્કર મારતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ટક્કર મારનાર ઇકો કારનો ચાલક ઘટના સ્‍થળે ટોળુ ભેગુ થતાં ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને 108 એમ્‍બ્‍યુલન્‍સ આવી હતી અને શરદ શિંદેને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં તેમનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.

Related posts

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment