October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના વાસોણા ગામે ઘરની અંદર ઘુસી ત્રણ અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ ચાકુ બતાવી ઘરના રૂમમાં રહેતા વ્‍યક્‍તિઓ પાસેથી મોબાઈલ અને રોકડા પાંચહજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે દિનેશકુમાર રામકનીલમન કોલ રૂમ નંબર 14, વાસોણા જેઓએ પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે સેલવાસ પોલીસે આઇપીસી 392, 457, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મજુબ રૂમમાં સાથે રહેતા જેઠીયા પગુ જનાથીયા રહેવાસી વાસોણા જેના નિવેદન મુજબ ત્રણ અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરુદ્ધ આરોપ લગાવ્‍યો હતો કે રાતના સમયે અજાણ્‍યા વ્‍યક્‍તિ રૂમમાં ઘુસી ચાકુ બતાવી ત્રણ મોબાઈલ અને રોકડા પાંચ હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ કેસની વધુ તપાસ બી.એમ.વસાવાને સોંપવામા આવી હતી. સેલવાસ એસ.એચ.ઓ.ના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી તપાસ દરમ્‍યાન ત્રણ આરોપી જેમાં (1)પ્રવીણ લાહનુ દોડીયા (ઉ.વ.31) રહેવાસી ડુંગરીપાડા- દપાડા (2)સચિન લાડક ધપસા (ઉ.વ.18) રહેવાસી ફરારપાડા- ધાપસા અને (3)તુળજી છનિયા ધાપસા (ઉ.વ.30) રહેવાસી ડુંગરીપાડા-દપાડા જેઓની પોલીસે ધરપકડ કરી હતી. તેઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્‍યા છે અને આગળની વધુ તપાસ ચાલી રહી છે.
અત્રે યાદ રહે કે, ત્રણ આરોપીમાંથી એક પ્રવીણ લાહનુ દોડીયા વિરુદ્ધ અગાઉ પણ ચોરી, લૂંટ અને બળાત્‍કાર સહિતના ચાર અન્‍ય કેસો સેલવાસ અને દમણમાં નોંધાયેલા છે.

Related posts

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment