Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા સફળતા મળી છે અને આરોપીઓ સામે વિવિધ એનડીપીએસ એક્‍ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ પોલીસે દાભેલ ખાતે આવેલ મહાવીર ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍ડ મોબાઈલ શોપ, નેકી કોમ્‍પલેક્ષ ખાતે દુકાનમાં પાડેલા દરોડામાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ અને લોકોને વેચતા ગાંજો જેવા નશાનો મોટા પ્રમાણમાં જથ્‍થો લગભગ 3.573 કિલોગ્રામ બરામદ કરી આરોપી (1)સંતોષકુમાર અજય પ્રસાદ મહંતો (રહે. સુરેશભાઈની ચાલ, આમલીયા દાભેલ) (2)સુરજ ચમુરૂશા શાહ (રહે.આમલીયા દાભેલ) અને (3)મુન્નાવરઅલી શેખ (રહે.ભેંસરોડ, નાની દમણ)ની એનડીપીએસ એક્‍ટની 20(બી)(બી), 29 હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લીલા રંગનો પદાર્થ ગાંજો 3.573 કિ.ગ્રા. અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે દમણમાં ગાંજા સહિત ચરસ, હેરોઈનજેવા નશાકારક દ્રવ્‍યોની મોટાપાયે હેરફેર થઈ રહી હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. મોટી દમણના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ગાંજા જેવા નશાકારક પદાર્થનું સેવન કેટલાક લબરમૂંછિયા યુવાનો દ્વારા થઈ રહ્યું છે. પોલીસે આ બાબતે સખત કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી પણ બુલંદ બની છે.

દમણમાં સટ્ટા-મટકા-જુગારની મોટી ક્‍લબો કાર્યરત…?: મોટી દમણમાં પણ લેવાતુ બેટિંગ

હવે દમણની ગણના એક સંસ્‍કારી નગરી તરીકે થઈ રહી છે ત્‍યારે આ પ્રકારના દૂષણો ઉપર વહેલી તકે નિયંત્રણ મેળવવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: દમણમાં સટ્ટા, મટકાના જુગારની સાથે મોટી જુગારની ક્‍લબો પણ કાર્યરત થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે. મોટી દમણમાં પણ કેટલાક બુકીઓ દ્વારા સટ્ટા-મટકાના જુગારનું બેટિંગ લેવાતુ હોવાની પણ માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા દમણમાં ખુબ જ ઓર્ગેનાઈઝડ રીતે સટ્ટા-મટકાના જુગારની સાથે જુગારની ક્‍લબો પણ કાર્યરત થઈ ચુકી છે.
હવે દમણની ગણના એક સંસ્‍કારી નગરી તરીકે થઈ રહી છે ત્‍યારે આ પ્રકારના દૂષણો ઉપર વહેલી તકે નિયંત્રણ મેળવવામાં આવે એવી માંગ લોકોમાં થઈ રહી છે.

Related posts

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

Leave a Comment