Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે : ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

પૂ.મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્‍તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં સ્‍વયંસેવકોની સેવાને બિરદાવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.30: નવસારીના લુન્‍સીકુઈ ખાતે પૂ.મોરારી બાપુની એક સપ્તાહથી ચાલી રહેલી રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્‍થિત રહી પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા હતાં.
આ અવસરે ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્‍યું હતું કે નવસારી ખાતે એક સપ્તાહથી ચાલી રહેલી રામકથામાં દક્ષિણ ગુજરાતના નાગરિકોને ખૂબ લાભ મળ્‍યો છે. પૂ.મોરારી બાપુએ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દુષણો સામે લડવા અને બદલાવ લાવવા નવી રાહ ચીંધી છે. ગૃહમંત્રીશ્રીએ આજે રામનવમીના પાવન દિવસે સૌપ્રથમ શ્રીરામજીના દર્શન કર્યા બાદ પૂ.બાપુના દર્શનનો લાભ મળ્‍યો છે તેમ જણાવી આવનારા દિવસોમાં દુષણો સામે લડવા કટિબધ્‍ધતા વ્‍યકત કરી હતી. રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે તેમ જણાવીપૂ.મોરારી બાપુનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
પૂ.મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્‍તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં તમામ સ્‍વયંસેવકો ભાઈ-બહેનોની સેવાને બિરદાવી હતી. નવસારી ખાતે રામકથામાં ખૂબ સારી વ્‍યવસ્‍થાના આયોજન બદલ મોરારી બાપુએ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો. પૂ.બાપુએ કથાશ્રવણમાં આવેલા તમામ શ્રોતાજનોનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આજે રામનવમીના દિવ્‍ય દિવસે ભક્‍તજનોએ બે દિવા પ્રગટાવી રામનવમીની ઉજવણી કરવા કહ્યું હતું. વધુમાં, પૂ.બાપૂ એ તાજેતરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એથી સાવચેતી જાળવવા જણાવ્‍યું હતું.
આ પ્રસંગે માજી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, નવસારી ધારાસભ્‍યશ્રી રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્‍યશ્રી આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, અન્‍ય મહાનુભાવો, શ્રોતાજનો ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્‍વચ્‍છતા – નોટ બાય હેન્‍ડ્‍સ, બાય લેગ’ પ્રોજેક્‍ટ જાહેર શૌચાલયોમાં સ્‍વચ્‍છતાના સમીકરણો બદલશે

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

Leave a Comment