September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

કમોસમી વરસાદ-વાતાવરણ પલટાથી કેરી પાકને થયેલ નુકશાન માટે પ્રધાનમંત્રી પાક વિમામાં સમાવેશની માંગ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ-ડાંગ જિલ્લા સંસદ સભ્‍યએ સંસદ ગૃહમાં કેરી પાકને થયેલ નુકશાની માટે ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરી છે.
સંસદમાં ડો.કે.સી. પટેલએ રજૂઆથ કરી હતી કે, કમોસમીવરસાદ અને વાતાવરણના પલટાને લઈ કેરી પાકનું વલસાડ જિલ્લામાં ખેડૂતોને પુષ્‍કળ નુકશાન થયું છે. સાસંદ જણાવ્‍યું હતું કે, દેશમાં 20 ટકા જેટલું કેરીનું ઉત્‍પાદન વલસાડ-ડાંગ અને નવસારી જિલ્લામાં થાય છે. ગત 2016-17માં પ્રધાનમંત્રીએ કેરી પાક નુકશાન પેટે ખેડૂતોને 12 કરોડ રૂપિયા વળતર આપ્‍યું હતું તે ખેડૂતોના ખાતામાં જમા થયું હતું. તે રીતે આ વર્ષે પણ સર્વે કરીને કેરીના પાકમાં વાતાવરણ અને વરસાદને લીધે ખેડૂતોનું ઉત્‍પાદન 50 ટકા જેટલું ઘટયું છે. ખાતર, જંતુનાશક દવાનો ખેડૂત મબલક ખર્ચ કરે છે. જેનું વળતર ઉત્‍પાદન ઘટયું હોવાથી મળ્‍યુ નથી. તેથી સાંસદે માંગ કરી હતી કે, પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવે.

Related posts

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આરંભ પહેલાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજની નિકળેલી ભવ્‍ય શોભા યાત્રા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

Leave a Comment