September 9, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ,તા.18 : એનીમલ હેલ્‍પલાઈન દ્વારા અષાઢી બીજે તા.20, જૂન, મંગળવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.03 જુલાઈ, સોમવારનાં રોજ તથા હિન્‍દુઓના તમામ ધાર્મિક તહેવારો નિમિત્તે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે. અષાઢી બીજ આનંદ અને ભારે શ્રધ્‍ધા સાથે ધામધૂમે ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવે છે. કચ્‍છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે. કચ્‍છી માડુઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા હોય છે તથા તા.03 જુલાઈ, સોમવારે ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસે કતલખાનાં, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે. ગુરૂપૂર્ણિમાનાં પાવન દિવસ સમગ્ર ભારતભૂમિ પર બધા જ ધર્મનાં લોકોની જુદી જુદી રીતે ઉજવાતો હોય છે. આ બધાયમાં એક સમાન વસ્‍તુ કહી શકાય તે એવી તે બધા એક સાથે માને છે અને પૂજે છે તે છે ગુરૂ કોઈપણ હોય શકે સંત, મહાત્‍મા કે કોઈના ફાધર કે કોઈ એક સાધારણ શાખા કે કોલેજમાં ભણાવતા કોઈપણ ગુરૂ જ હોય છે. શાળા એકએવી પહેલી જગ્‍યા છે જ્‍યાં એક બાળક તેમના જીવનમાં પહેલી વખત ગુરૂના સંપર્કમાં આવે છે, અને ગુરૂ તેમને તેમનાં જીવનનો પવિત્ર ઉપદેશ આપે છે.
ઉપરોકત બન્ને દિવસો તથા તમામ ધાર્મિક તહેવારોની પવિત્રતા અને સમસ્‍ત જન પરીવારોની આસ્‍થાને ધ્‍યાનમાં લઈને સમાજની લાગણી ન દુભાય તે માટે જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્‍છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્‍ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયના એડવાઈઝરી કમિટીના માનદ્‌ સલાહકાર શ્રી મિતલ ખેતાણી, એનીમલ હેલ્‍પલાઈનનાં શ્રી પ્રતીક સંઘાણી, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ધીરૂભાઈ કાનાબાર, શ્રી ઘનશ્‍યામભાઈ ઠક્કર, એડવોકેટ શ્રી કમલેશભાઈ શાહ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિષ્‍ણુભાઈ ભરાડ, શ્રી ગૌરાંગ રમેશભાઈ ઠક્કર અને શ્રી પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે.

Related posts

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment