Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

કરવડથી ખાનપુર રોડ બેહાલ :
ઠેર ઠેર ખાડાને લઈ વારંવાર સર્જાતા અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીથી શામળાજી નેશનલ હાઈવેનો કહેવાતા 22.5 કરોડના ખર્ચે બનાવાયો છે પરંતુ આ રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર આચરાયા હોવાના આક્ષેપ ધરમપુર તા.પં. સભ્‍યએ પ્રાંતમાં કરેલ લેખિત ફરિયાદમાં જણાવાયું છે.
વાપી શામળાજી રોડએ વરસાદ પહેલાં જ જવાબ આપી દીધો હતો. વરસાદ બાદ તો રોડની હાલત અત્‍યંત ખરાબ, ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ચૂક્‍યા છે. રોડ અને પુલ પર પડી ગયેલા ખાડાઓને લઈ વારંવાર નાના મોટા અકસ્‍માતો થતા રહ્યા છે તેથી ધરમપુર તા.પં. સભ્‍ય કલ્‍પેશ પટેલએ આજે ધરમપુર પ્રાંતમાં આપેલ લેખિત ફરિયાદ મુજબ તેમણે માંગણી કરી છે કે રોડને લઈ કોઈ અકસ્‍માતનો ભોગ બને તો તેનું વળતર કોન્‍ટ્રાક્‍ટરે ચુવવું, પ્રજાના ટેક્ષના રૂપિયાથી કરેલ રોડ કામગીરીના કોન્‍ટ્રાક્‍ટરને બ્‍લેકલીસ્‍ટ કરવો જોઈએ. તેમજ હાલમાં ખાડાઓનું રિપેરીંગ સમારકામ પ્રોપર અને તાકીદે કરવું જોઈએ તેવી માંગણી સહિત કલ્‍પેશ પટેલએ ચિમકી ઉચ્‍ચારી હતી કે પ્રજાના પ્રતિનિધિ તરીકે રસ્‍તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.

Related posts

પારડી તાલુકામાં લોન આપવાના બહાને લોકોને છેતરનારો ચીખલીનો ઈસમ ઝડપાયો

vartmanpravah

ચીખલીના ફડવેલમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત જમીન બોગસ પાવરના આધારે ચાઉં કરનારા સામે પોલીસે ગુનો દાખલ નહીં કરતા ઉચ્‍ચકક્ષાએ રજૂઆતનીતજવીજ

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment