December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગોવા બેડમિન્‍ટ એસો. દ્વારા આયોજીત સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

અન્‍ડર 19ની કેટેગરીમાં ફાઈનલ સિંગલ્‍સ અને ડબલ્‍સમાં રનર્સ અપ રહી મેળવેલો સિલ્‍વર મેડલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ગોવા બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા મડગાંવના મનોહર પારિકર ઈન્‍ડોર સ્‍ટેડિયમમાં તા.19 થી 22 જુલાઈ દરમિયાન આયોજીત બીજી સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના શ્રી પાર્થ જોષીએ ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી અંડર-19 કેટેગરીમાં સિંગલ્‍સ અને ડબલ્‍સ બંને કેટેગરીમાં ફાઈનલમાં પોતાની જગ્‍યા બનાવવા સફળ રહ્યા છે. ફાઈનલ સિંગલ્‍સમાં શ્રી પાર્થ જોષીનો ગોવાના શ્રી અર્જુન ભગત અને ડબલ્‍સની ફાઈનલમાં શ્રીજય નાયક સાથે થયો હતો, જેમાં પરાજય થતાં સિલ્‍વર મેડલથી સંતોષ માનવા પડયો હતો.
અત્રે યાદ રહે કે, ગત પ્રથમ ગોવા સ્‍ટેટ ટુર્નામેન્‍ટમાં શ્રી પાર્થ જોષીએડબલ્‍સમાં સિલ્‍વર મેડલ હાંસલ કર્યો હતો. શ્રી પાર્થ જોષી હાલમાં ગોવા ખાતે ‘ખેલો ઈન્‍ડિયા‘ સ્‍ટેટ સેન્‍ટર ફોર એક્‍સલન્‍સમાં પ્રશિક્ષણ લઈ રહ્યા છે. આ જીત માટે તેમણે પોતાના કોચ શ્રી ઈરફાન ખાન અને ખેલો ઈન્‍ડિયા સેન્‍ટરના ડાયરેક્‍ટર શ્રી સુમિત મોહન રાજેશ્વરીને પોતાનો શ્રેય આપ્‍યો છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

vartmanpravah

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ અને ખેલ સચિવ અંકિતા આનંદે દીવ ખાતે પદ્મભૂષણ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું કરેલુંનિરીક્ષણ

vartmanpravah

Leave a Comment