Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે વિવિધ પદો ઉપર શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર થતી ભરતી સામે પણ નારાજગી

  • દાનહ અને દમણ-દીવના મૂળ સ્‍થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ બી શ્રેણીની પોસ્‍ટમાં અગ્રતા મળે એવી વ્‍યવસ્‍થા કરવા બુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા શિક્ષિત બેરોજગાર યુવાનોમાં હતાશાનું વાતાવરણ ફેલાઈરહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના મૂળ સ્‍થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ બી શ્રેણીની પોસ્‍ટમાં કોઈપણ પ્રકારની અગ્રતા નહીં મળતાં તેમનામાં પણ નિરાશા જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 9મી જૂન, 2016ના રોજ આઈ.આર.બી.માં વિવિધ 87 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે પૈકી કોન્‍સ્‍ટેબલ સ્‍તરના 13 ઉમેદવારોની પસંદગી થયા બાદ બીજી પોસ્‍ટો હજુ પણ ખાલી હોવાનું જાણવા મળે છે.
11મી ડિસેમ્‍બર, 2019ના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લોઅર ડિવિઝન ક્‍લાર્ક (એલડીસી)ની ભરતી માટે જાહેરાત નિકળી હતી. આજે સાડા ત્રણ વર્ષ કરતાં વધુનો સમય પસાર થવા છતાં ભરતી પરીક્ષા નહીં લેવાતા આヘર્ય ફેલાયેલું છે. પોલીસ બનવા કે સરકારી નોકરી મેળવવાનું સપનુ જોઈ રહેલા યુવાનોની મહત્તમ વયમર્યાદા પણ પૂર્ણ થવાની કગાર ઉપર આવતાં તેમની સ્‍થિતિ ડામાડોળ થઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર થતી ભરતી સામે પણ વ્‍યાપક રોષ ઉભો થઈ રહ્યો છે. કારણ કે, શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ હેઠળ લાગેલા ઉમેદવારોનું કોઈ ભવિષ્‍ય સલામત નહીં રહેતું હોવાના કારણે કામમાં પણ તેમનું મન ચોંટતું નથી. જેના વ્‍યાપક દાખલાઓ શિક્ષણ વિભાગમાં શોર્ટ ટર્મ કોન્‍ટ્રાક્‍ટ ઉપર લેવાતાશિક્ષકો દ્વારા અધવચ્‍ચેથી નોકરી છોડી ચાલી જવાની ઘટના બનતાં વિદ્યાર્થીઓને પણ સહન કરવાની નોબત આવી રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગઠિત સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડની કામગીરી સામે પણ સંદેહ ઉભો થઈ રહ્યો છે. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસનમાં કેશિયરથી લઈ ક્‍લાર્ક, સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ, પ્રાધ્‍યાપકો, શિક્ષકો, પોલીસ, વન વિભાગ સહિત લગભગ દરેક વિભાગોમાં વિવિધ પોસ્‍ટો ખાલી છે. જેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પ્રદેશના શિક્ષિત બેરોજગાર યુવાનોને તક મળવાની સંભાવના જોવાઈ રહી છે.

Related posts

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કડક ટકોર છતાં ચીખલીના ફડવેલમાં મહિલા સરપંચના સ્થાને પતિ જ વહીવટ કરતા હોવાની સભ્યની રાવ

vartmanpravah

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

Leave a Comment