June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ‘‘આયુષ્‍યમાન ભવઃ” અભિયાનની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વસ્‍થ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આજે ‘‘આયુષ્‍માન ભવઃ”ના પ્રદેશ સ્‍તરીય શુભારંભ સમારંભનું આયોજન દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. સાથે દાદરા નગર હવેલી જિલ્લામાં પણ સેલવાસ ખાતેના કલા કેન્‍દ્ર ઓડિટોરિયમ હોલમાં ‘‘આયુષ્‍યમાન ભવઃ” અભિયાનને મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાંલોન્‍ચ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે જિલ્લા ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ત્રણ પીએમજેએવાય લાભાર્થીઓ અને નિક્ષય મિત્રને કલેક્‍ટરશ્રીના હસ્‍તે પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા. આજે આ અભિયાનની મેડિકલ કોલેજ, પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર, કોમ્‍યુનીટી હેલ્‍થ સેન્‍ટર પર પણ શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, સંઘપ્રદેશ આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી. કે. દાસ, સેલવાસ અને ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરો, મુખ્‍ય મેડીકલ ઓફીસર સહિત પીએમજેએવાયના લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજની વાર્ષિક સામાન્‍ય સભામાં સભ્‍ય નોંધણી ઝુંબેશને વેગ આપવાનો નિર્ણય

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

સરીગામ પંચાયતે મુખ્‍ય રસ્‍તાના દબાણો દૂર કરવા આપેલુ અલ્‍ટીમેટમ

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment