Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

અકસ્‍માત ઝોન બનેલ રોડ વરસાદી ખાડાને લીધે વાહનો લગાતાર પલટી મારતા રહે છે: રોડ ગંભીર હાલત સર્જી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડના કપરાડામાં આવેલ કુંભઘાટના વળાંક વાળા ઢોળાવોમાંથી પસાર થતો રોડ ચોમાસામાં બિલકુલ ધોવાઈ ચૂક્‍યો છે. પરિણામે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ચુક્‍યા છે. આવા ખાડાઓમાંથી પસાર થતી ટ્રકો નમી જતા બેલેન્‍સ ગુમાવી વારંવાર પલટી મારી જતી હોય છે. છેલ્લા બે દિવસમાં ત્રણ ટ્રકો ખાડાનો ભોગ બની પલટી મારી ગઈ છે.
કપરાડા કુંભઘાટ ઉપર ઢોળાવોમાં નીચે ઉતરતા વરસાદી ખાડાઓ ટ્રકો નમી જતા પલટી મારી રહી છે. ગઈકાલે નાસિક તરફથી ટામેટા ભરીને આવી રહેલી ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં લોકોએ ટામેટાની લૂંટ પણ કરી હતી. આજે વધુ બે ટ્રક પલટી મારી ગઈ છે. કપાસ ભરીને કર્ણાટકથી નિકળેલી ટ્રક ખાડાના લીધે પલટી મારી ગઈ હતી. જ્‍યારે અન્‍ય ટ્રક રિવર્સ લેતા પલટી મારી ગઈ હતી. લગાતાર બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ચૂકી છે. સંજોગ વસાત ત્રણ ટ્રના ચાલકોનો બચાવ થવા પામ્‍યો છે.

Related posts

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દુણેઠા ગ્રા.પં.ના હોલમાં ગરબા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

Leave a Comment